________________
૯૧
આ છે અણગાર અમારા
લોકાગચ્છની ત્રણ શાખાઓ પૈકી કેશવજી ગચ્છની શાખાને વીરજી વોરા માનતા હતા તે વખતે તે ગચ્છના વરજાંગજી નામના યતિ ત્યાં બિરાજતા હતા. તેઓ સાધુના આચારવિચારમાં કાંઈક શિથિલ હતા પરંતુ બીજાઓની જેમ તદન શિથિલાચારી ન હતા.
વીરજી વોરાને ફુલબાઈ નામની એક પુત્રી હતી તેને યોગ્ય ઉંમરે સુરતમાં જ પરણાવી હતી. મહાપુરુષ શ્રી લવજી સ્વામીનો જન્મ આ ભાગ્યશાલી બાઈની કુક્ષિએ થયો હતો. દેવવશાત્ થોડા સમય પછી તેમના પતિનું અવસાન થયું એટલું જ નહિ પણ લક્ષ્મી પણ તેમની પાસેથી ચાલી ગઈ. માતા-પુત્ર નિરાધાર બની ગયા તેથી વીરજી વોરાએ પોતાની પુત્રી અને દૌહિત્રને પોતાને ત્યાં રાખી લીધાં
હતાં.
ફુલબાઈ પિતાને ત્યાં રહી ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરતી અને પુત્રને પણ ધર્મના સંસ્કાર આપતી. પુત્ર ધ્યાનપૂર્વક બધું સાંભળતો. તેની યાદશક્તિ એટલી બધી સતેજ હતી કે સામાયિક – પ્રતિક્રમણ વગેરે સાંભળતા (૨) કંઠસ્થ થઈ ગયાં.
એક દિવસ ફુલબાઈ પોતાના પુત્રને લઈ વરજાંગજી યતિના વંદનાર્થે ગયાં. વાતચીતમાં ફુલબાઈએ લવજીને સામાયિકાદી ગુરુ પાસે શીખી લેવાનું સૂચન કર્યું; ત્યારે લવજીએ કહ્યું કે તે બધું કંઠસ્થ થઈ ગયું છે. આ સાંભળી પરીક્ષા કરવા માટે માતાએ તેને ગુરુ પાસે બોલી જવાનું કહ્યું, એટલે વિચક્ષણ લવજી તે બધું કડકડાટ ગુરુ પાસે બોલી ગયો. ગુરુજી લવજી તરફ આકર્ષાયા. તેમણે વિચાર કર્યો કે આ બુદ્ધિશાળી બાળક મારી પાસે દીક્ષા લે તો શાસનનો જરૂર ઉદ્ધાર કરે. આમ વિચારી તેમણે બાળકના સામુદ્રિક ચિહ્નો જોયાં, તે પ્રભાવશાળી જણાયાં. માતા-પુત્ર ત્યાર પછી ઘરે આવ્યાં.
એક પ્રસંગે વરજાંગજી સ્વામીએ વીરજી વોરાને કહ્યું કે લવજીને મારી પાસે ભણવા મૂકો તો તે ઘણો હોશિયાર થશે. વીરજીભાઈને આ વાત ગમી. તે દિવસથી લવજી વરજાંગજી યતિ પાસે અભ્યાસ કરવા લાગ્યો. ધાર્મિક અભ્યાસ કરતાં કરતાં વૈરાગ્યભાવ જાગ્યો. સૂતેલો આત્મા જાગૃત થયો. વિ.સં. ૧૬૯૨માં યતિ દીક્ષા અંગીકાર કરી. ગુરુદેવ પાસે આગમોનો ઊંડો અભ્યાસ કર્યો તેથી તેમના આંતરચક્ષુ ખૂલી ગયાં. વર્તમાનનું યતિજીવન ભારરૂપ લાગ્યું.
શ્રી લવજી ઋષિએ અનેક વખત ગુરુમહારાજને પ્રાર્થના કરી કે આપણે જે માર્ગ છીએ તે સાચો નથી. આપ આમાંથી બહાર નીકળો અને મારો ઉદ્ધાર કરો. ગુરુદેવે ઉત્તરમાં કહ્યું કે, પંચમ કાળ છે, મારી વૃદ્ધાવસ્થા છે તેથી તમારા કહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org