________________
આ છે અણગાર અમારા
સવારે આવજો, હું તેના અર્થ સમજાવીશ.” તેમ પૂ.શ્રીએ ઉત્તર આપ્યો.
બ્રાહ્મણના ગયા પછી પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજે ગ્રન્થના ૫૦૦ શ્લોક શિષ્ય સુંદરજીને મુખપાઠ કરવા આપ્યા તથા ૫૦૦ શ્લોક પોતે કર્યા. રાત્રે પ્રતિક્રમણ પછી ગુરુ-શિષ્યે અરસપરસ તમામ શ્લોકો મોઢે કરી લીધા. બીજા દિવસે સવારે તે બ્રાહ્મણ પંડિત આવ્યો. ત્યારે પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજે બધા શ્લોકો મોઢે બોલી અર્થ સમજાવ્યા. પંડિત આશ્ચર્યમાં પડી ગયા કે આ ગ્રન્થ એકદમ નવો છે, મારા સિવાય કોઈની પાસે નથી અને આમને આટલા ટૂંકા ગાળામાં મોઢે કેમ થઈ ગયો. તેમણે પૂછ્યું, “મહારાજ ! આ ગ્રન્થ આપને મોઢે ક્યારથી છે ?” ગઈ કાલથી જ. મુનિશ્રીએ જવાબ આપી બધી હકીકત કહી.
પેલા પંડિત તેમની સ્મરણશક્તિ અને પરિશ્રમની મુક્તકંઠે પ્રશંસા કરી અને તે જૈન ધર્મનો અનુયાયી થયો.
૮૯
પૂજ્ય શ્રી ધર્મસિંહજી મહારાજે સત્તાવીશ આગમો ઉપર તત્ત્વપૂર્ણ ટબ્બા લખ્યા છે. (ભગવતી, જીવાભિગમ, પક્ષવણા, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ સિવાય) તેઓશ્રી અકાલ મૃત્યુને માનતા ન હતા. આયુષ્ય તૂટવાનાં સાત કારણોને તેઓ સ્વીકરતા ન હતા. તેઓની માન્યતા હતી કે સાધુને નવ કોટિએ સામાયિક હોય તો શ્રાવક આઠ કોટિએ સામાયિક કરી શકે. આજે પણ દરિયાપુરી સંપ્રદાયની સામાચારી કંઈક અંશે જુદી છે.
કચ્છ આઠ કોટિ મોટિ પક્ષ તથા નાની પક્ષ સંપ્રદાયે પણ તેમનું અનુકરણ કરી આઠ કોટિથી શ્રાવકો સામાયિક વગેરેની આરાધના કરે છે.
આ ત્રણ સંપ્રદાય સિવાય તમામ સ્થાનકવાસી, દેરાવાસી, દિગમ્બર તથા તેરાપંથીના બધા શ્રાવકો છ કોટિએ જ સામાયિક વગેરે કરે છે.
પૂજ્ય શ્રી ધર્મસિંહજી મહારાજે બીજાં પણ કેટલાંક ઉપયોગી પુસ્તકો લખ્યાં છે. તેમનો જૈન સમાજ ઉપર મોટો ઉપકાર છે.
તેઓને સારણગાંઠનું દર્દ હોવાથી ગુજરાત અને કાઠિયાવાડના અમુક પ્રાન્ત સિવાય દૂરના પ્રાન્તોમાં વિહાર કરી શક્યા નહિ તેથી તેમનો સંપ્રદાય પણ એટલા જ વિસ્તારમાં છે. તેઓશ્રી ૪૩ વર્ષ દીક્ષા પાળી વિ. સંવત ૧૭૨૮ આસો સુદ૪ના દિવસે સ્વર્ગવાસ પામ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org