________________
આ છે અણગાર અમારા
૯૫ લાડવા વહોરાવવામાં આવ્યા. ધર્મનાયક સંથારો કરી સમાધિમૃત્યુ પામ્યા. તેમની પાટે તેમના શિષ્ય સોમજી ઋષિ આવ્યા. પૂજ્ય શ્રી લવજી ઋષિ પછી તેમના ખંભાત, પંજાબ વગેરે ચાર સંપ્રદાય થયા.
' ધર્ણોદ્ધારક યુગપ્રધાન આચાર્ય ( શ્રી ધર્મદાસજી સ્વામી (ચતુર્થ સુધારક)
પૂજય શ્રી ધર્મદાસજી મહારાજ યુગપ્રધાન આચાર્ય હતા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૭૦૧ ચૈત્ર સુદિ અગિયારસના દિને અમદાવાદની પાસે સરખેજમાં થયો હતો. તેઓ ભાવસાર હતા. તે ગામમાં ભાવસારનાં ૭૦૦ ઘર હતાં જેઓ લોંકાગચ્છના અનુયાયીઓ હતા. તેમના પિતાનું નામ શ્રી જીવણલાલ કાલિદાસ પટેલ હતું. માતાનું નામ ડાહીબાઈ હતું. ગર્ભમાં આવતાં જ માતા-પિતાની ધાર્મિક ભાવનાઓ વધુ પ્રબળ થઈ તેથી તેમનું નામ ધર્મદાસ પાડવામાં આવ્યું.
પૂર્વના સુસંસ્કારોના યોગે ધર્મદાસ આઠ વર્ષના થયા, તેટલામાં તેમનું દય ધર્મભાવનાથી રંગાઈ ગયેલું. તે જ અરસામાં શ્રી કેશવજી પક્ષના લોકાગચ્છીય યતિ શ્રી તેજસિંહજી સરખેજ પધાર્યા. ધર્મદાસ તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. વૈરાગ્ય ઉત્પન્ન થયો. સામાયિક, પ્રતિક્રમણ, નવતત્ત્વ, જીવ વિચાર આદિ જૈન ધર્મનું જ્ઞાન નાની ઉંમરમાં જ મેળવી લીધું. પંદર વર્ષની ઉંમર થતાં જ સૂત્રસિદ્ધાન્તનું જ્ઞાન મેળવી લીધું.
જ્યારે તેમના સગપણ સંબંધી વાતો આવવા લાગી ત્યારે તેમણે પોતાના માતા-પિતાને સાફ શબ્દોમાં કહી દીધું કે હું બિલકુલ પરણવા ઈચ્છતો નથી. તમે મારા હિતેચ્છુ હો તો મારી સંયમ લેવાની ઈચ્છાને ફલીભૂત કરવા પરવાનગી આપશો. પુત્રનો વૈરાગ્ય જોઈ પિતાએ લગ્નની વાત છોડી દીધી.
ધર્મદાસે પણ યતિવર્ગની શિથિલતા જોઈ હતી. દવાઓ કરવી, પૈસા મેળવવા, પાલખી વગેરેમાં બેસવું, લક્ષ્મી આદિ વૈભવ-આ બધુંય હોવા છતાં ત્યાગી કહેવરાવવું એ તેમના આત્માને કારી ઘા જેવું લાગ્યું. તેમને તો સાચા સાધુ થવાની ભાવના હતી, તે માટે સુયોગ્ય સાધુપુરુષની રાહ જોતા હતા. એવા વખતમાં કલ્યાણજી નામના “એકલ પાતરિયા શ્રાવક સરખેજમાં આવી ચડ્યા. ધર્મદાસ કુમાર તેમનો બોધ સાંભળી ઘણા સંતુષ્ટ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org