________________
૮૬
શ્રી ધર્મસિંહજી સ્વામી એકદા લોંકાગચ્છના શ્રી રત્નસિંહજીના શિષ્ય શ્રી દેવજી મહારાજની વાણી સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયો. માતા-પિતા પાસે દીક્ષાની અનુમતિ માગી પરંતુ મોહના કારણે તેમણે પુત્રને સંસારમાં રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો છતાં પુત્ર સંસારમાં રહ્યો નહિ. માતા-પિતાને યુક્તિપૂર્વક સંસારની અસારતા સમજાવી રજા મેળવી, એટલું જ નહિ પરંતુ પુત્રની સાથે પિતા પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. આખરે પિતા-પુત્રે શિવજી ઋષિ પાસે દીક્ષા લીધી.
દીક્ષા લીધા બાદ અલ્પકાળમાં ધર્મસિંહ મુનિ આગમ, વ્યાકરણ, તર્ક અને દર્શનશાસ્ત્રના વિશિષ્ટ વિદ્વાન થયા. તેમની ધારણા શક્તિ ખૂબ જ હતી. પંડિત્યની સાથે તેઓ બન્ને હાથ અને બન્ને પગની આંગળીમાં કલમ પકડી લખી શકતા તેમ જ તેઓ અવધાન પણ કરતા હતા.
પૂજય શ્રી ધર્મસિંહજી મહારાજને જેમ જેમ શાસ્ત્ર સિદ્ધાન્તોનું જાણપણું થતું ગયું તેમ તેમ મનોમંથન વધી ગયું. યતિઓની પ્રવૃત્તિ પર ધૃણા થઈ. એક વખત અસલી દૂધ પીધા પછી નકલી દૂધ પીવા કોણ ઈચ્છે? સાધુતાના નામે શિથિલાચાર તેમને પસંદ ન હતો.
એક વખત દઢ સંકલ્પ કરી ગુરુમહારાજ પાસે આવ્યા અને કહ્યું, “ગુરુદેવ ! પરમાત્માએ ભગવતી સૂત્રના વીસમા શતકમાં ફરમાવ્યું છે કે મારું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે. મનુષ્યભવ મળ્યો, વીતરાગદેવનો શુદ્ધ માર્ગ મળ્યો હવે આપણે કાયરતા તજી દેવી જોઈએ. સિંહ કાયર થાય નહિ, સૂર્યમાં અંધકાર સંભવે નહિ.”
શિષ્યની યથાર્થ વાત સાંભળીને ગુરુમહારાજે કહ્યું, “આજના યુગમાં શુદ્ધ સંયમનું પાલન કરવું અસંભવિત છે. વળી મારી અવસ્થા પણ મોટી થઈ છે. તમે કહો છો તે માર્ગે હું ચાલી નહિ શકું. જો તમારે તમારો ઉદ્ધાર કરવો હોય તો મારી આજ્ઞા છે પરંતુ પરીક્ષામાં સફળ થવું પડશે.”
પૂ. ધર્મસિંહજી મહારાજે કહ્યું, “કબૂલ.” ત્યારે ગુરુમહારાજે કહ્યું, “આજની રાત પ્રસિદ્ધ દરિયાખાનની દરગાહમાં રહો. સવારે મારી છેવટની આજ્ઞા લેવા આવજો.”
ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરી શ્રી ધર્મસિંહજી મહારાજ તે જગ્યાએ જવા માટે પ્રયાણ કર્યું. યક્ષના સ્થાન પાસે પહોંચ્યા. ત્યારે માત્ર બે ઘડી દિવસ બાકી હતો. ત્યાં બેઠેલા મુસલમાન ભાઈઓ પાસે દેવળમાં રહેવાની આજ્ઞા માગી. આ સાંભળી પેલા ભાઈઓએ કહ્યું, “પતિજી ! તમને શું આ દરિયાખાન પીરની તાકાતની ખબર નથી ? મરવું હોય તો ખુશીથી અહીં રાત રહો.” ધર્મસિંહજી મહારાજ કહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org