________________
આ છે અણગાર અમારા
૭૩ સદુપયોગ કરતા. કોઈને ધનથી, કોઈને આશ્વાસનથી તેઓ સંતોષતા હતા. આમ ધર્મ અને વ્યવહારનો સુમેળ સાધ્યો'તો.
તે વખતે અવ્યવસ્થા, રૂઢિયોના તાંડવનૃત્ય, સ્વાર્થ અને વિલાસની અતિ માત્રાએ જૈન સમાજને પણ છોડ્યો ન હતો. એ સડો જૈન શાસનને દોરનાર સાધુવર્ગ સુધી પહોંચી વળ્યો હતો તેમ જ ધર્મના નામે ધતીંગ પણ તેટલાં જ વધી ગયાં હતાં.
સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક એ ત્રણે ક્ષેત્રોની અવનતિના ઝાળાં બાઝયાં હતાં. ધર્મના નામે ગરીબ અને નિર્દોષ પ્રજા ચગદાઈ રહી હતી.
તે સમયે સાધુઓ સૂર્ય ઊગતાં જ ખાતા, માલમલિદા, મિષ્ટાન્ન ઉડાવતા. શપ્યા, જોડાં, વાહન, શસ્ત્ર અને તાંબા વગેરેના પાત્રો પણ સાથે રાખતા. તેલ, અત્તર લગાવતા. પ્રવચનના બહાને નિંદા-વિકથા કરતા. ક્રય-વિક્રયનાં કાર્યોમાં ભાગ લેતા. નાના બાળકોને ચેલા કરવા માટે વેચાતા લેતા. વૈદું કરતા, દોરા ધાગા કરતા, ધનાદિ પોતાની પાસે રાખતા. ગૃહસ્થોને શાસ્ત્રો વાંચવાની મનાઈ કરતા.
એકદા લોકાશાહના ઘરે ભિક્ષાર્થે એક જ્ઞાનજી નામના યતિ જઈ ચડ્યા. યતિ શ્રી ખૂબ જ નિખાલસ દયના અને શાંત પ્રકૃતિના હતા. તેમનું ભવ્ય વદન જોઈને લોંકાશાહને તેમના તરફ બહુમાન ઉત્પન્ન થયું. મુનિશ્રી પણ તેમના ભક્તિભાવથી બહુ સંતુષ્ટ થયા. ભિક્ષા લઈને પાછા ફરતા એ મુનિરાજની દૃષ્ટિ સામે ઉઘાડા પડેલ ગ્રન્થ પર પડી. તેમનું દિલ આકર્ષાયું. જેમ જેમ અક્ષરો જોતાં જાય તેમ તેમ તેમની દૃષ્ટિ ઠરતી જાય અને મનમાં એમ થયા કરે કે કેવા સુંદર અક્ષરો છે! થોડીવાર પછી યતિશ્રી વિદાય થયા અને લોંકાશાહને કહેતા ગયા કે અવકાશ મળે ત્યારે ઉપાશ્રયે પધારવાની જરૂર ભાવ રાખજો .
મુનિશ્રીને એમ જ થયા કરતું હતું કે આવા અક્ષરોથી આગમો લખાય તો બહુ સારું. ત્યાં તો લોકાશાહ ઉપાશ્રયે આવ્યા. વંદન કરી બેઠા પછી કેટલીક સામાન્ય ધર્મ ચર્ચા ચાલી. મુનિશ્રીના મનમાં થયા જ કરતું હતું તેથી તેમણે વાત વાતમાં લોકાશાહને કહ્યું કે, “તમારા અક્ષરો બહુ સારા છે પરંતુ અમને શા ખપના ?” આમ કહેવાનું કારણ એ હતું કે સાધુઓ ગૃહસ્થો પાસેથી શાસ્ત્રો લખાવતા નહિ. આ વાત સાંભળતા લોંકાશાહના અંગે અંગમાં ઉત્સાહ અને આશાનાં કિરણો પ્રસરી ગયાં. લોકાશાહ બોલ્યા કે, “ગુરુદેવ ! આપ જે અમને શ્રમણોપાસક કહો છો તો સેવાનો લાભ આપવા કૃપા નહિ કરો?” લોકાશાહની ભક્તિ અને પ્રેમ જોઈને યતિશ્રીએ દશવૈકાલિક સૂત્રની એક પ્રત લખવા માટે આપી. લોંકાશાહે તેનો ભાવપૂર્વક સ્વીકાર કર્યો અને ઉત્સાહભેર ઘર ભણી વળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org