________________
આ છે અણગાર અમારા
૭૫ લોકાશાહ પાસે જવા માટે રોકવાના પ્રયાસો ઘણા થયા પરંતુ સત્ય આગળ તે પ્રયાસો નિષ્ફળ થવા લાગ્યા. વીર લોકાશાહની સિંહગર્જના આગળ તેઓની પિપુડી ઠંડીગાર જેવી થઈ ગઈ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોંકાશાહનો પ્રભાવ વધતો ગયો અને એ મહાક્રાન્તિનાં મોજાં દૂર સુદૂર ફરી
વળ્યો.
એ જ અરસામાં અણહીલપુર પાટણથી લખમશી શેઠ લોકાશાહની બહુશ્રુતતા, ધર્મક્રાન્તિ ઉદારતા અને ઉત્તમ ચારિત્રની પ્રશંસા સાંભળી ખાસ અમદાવાદ આવ્યા. લખમશી શેઠનું અહીં આવવાનું પ્રયોજન તો લોકશાહને ચકાસવાનું જ હતું તેથી અને દલીલો તૈયાર કરી તેમની પાસે આવ્યા હતા.
પાટણમાં અધિકારવાદના શોખીન સાધુઓએ એવી અફવાઓ ફેલાવી દીધી હતી કે અમદાવાદમાં એક લોંકા નામનો લહિયો શાસનનો દ્રોહ કરી રહ્યો છે. સૂત્રના નામે ઉસૂત્રની પ્રરૂપણા કરી રહ્યો છે. શાસ્ત્રમાં લખેલી મૂર્તિપૂજાને વખોડી કાઢે છે. સાધુઓને હલકા પાડવાની પ્રરૂપણા કરે છે, તેની બરાબર ખબર લેવી જોઈએ.
લખમશી શેઠે આવી વાતો સાંભળી હતી. એક તરફથી આવી નિંદા તથા ભક્તવર્ગ તરફથી પ્રશંસા સાંભળીને ચકાસવાનું મન થઈ આવેલું તેથી જ આવ્યા હતા. લોંકાશાહનું તેજ જોતાં જ તે ઠરી ગયા. તેમની પ્રતિભા શેઠને અપ્રતિમ દેખાઈ. શાન્તભાવે તેમણે ધર્મચર્ચા શરૂ કરી. તેમના સંવાદનો મુખ્ય સાર નીચે પ્રમાણે હતો.
લખમશી - શાહ! એમ સાંભળ્યું છે કે તમે ઉપદેશ આપી લોકોને ભરમાવી એક નવો પંથ ઊભો કરવાનો પ્રયત્ન કરો છો તે શું સાચું છે?
લોકાશાહ - હું ઉપદેશક નથી. હું માત્ર સામાન્ય શોધક છું. મારી પાસે સૂત્રો પડ્યાં હોય ત્યારે તેમાંથી થોડું થોડું શોધીને એકઠું કરતો જાઉં છું અને કોઈ ગ્રાહક આવે તો તેને તે માલ દેખાડું છું. લોકો મને ઢંઢક તરીકે ઓળખે છે. અને નવાપંથની વાતમાં તો એમ છે કે પ્રભુ મહાવીરે કંઈ પંથ કાઢ્યો ન હતો પણ આજે એ એક જ ધર્મમાં સેંકડો ગચ્છો પડી ગયા છે અને તે એકબીજાને ભાંડ્યા કરે છે એટલે વળી એમાં ઉમેરો ક્યાં કરવો? મારા જેવા ગરીબ વાણિયાની શક્તિ પણ શું? પણ ભગવાન મહાવીરના સૂત્ર વાંચનથી મને એટલું તો જરૂર સમજાયું છે કે ધર્મમાં ભેદ અને ઝઘડા ન હોય.
લખમશી – એ બધા ઝઘડા શાથી થયા હશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org