________________
શ્રી લોકાશાહ
૮૦ ૧૫૮૨માં થયો હતો. અમદાવાદના બદલે અહરડવાડા (રાજસ્થાનના શિરોહી જિલ્લામાં) થયો હતો.
કોઈ સ્થળે લોકાશાહ દીક્ષિત થયા હતા અને એમનું નામ લક્ષ્મીવિજયજી અથવા લોકચન્દ્રજી સ્વામી એવું પણ વાંચવા મળે છે.
તત્ત્વ કેવળીગમ્ય તેમના મૃત્યુ સંબંધી પણ મતભેદ છે. સંવત ૧૫૪૧ વધુ પ્રચલિત છે. ચૈત્યવાસી યતિઓ પોતાની પોલ ખૂલી જવાથી ખિજાયા અને લોંકાશાહનું નિકંદન કાઢવા માટે દિલ્હીમાં બાદશાહ પાસે ફરિયાદ નોંધાવી. બાદશાહે (લક્ષ્મીવિજયજી) લોંકાશાહને તથા યતિઓને ધર્મપુસ્તકો આદિ સામગ્રી લઈ હાજર થવાની ફરજ પાડી. ઉભય પક્ષના સાધુઓ – યતિઓ આવ્યા. ધર્મચર્ચા થઈ પણ કંઈ ન્યાય થયો નહિ. લોકાશાહ વિહાર કરી વિચરતા વિચરતા જયપુર પધાર્યા. ત્યાં વિરોધીઓએ અમના પારણે ઝેર આપ્યું. એક કવલ લેતાં જ ખ્યાલ આવી ગયો. આહાર પૂરો કરી જાવજીવ સંથારાના પચ્ચકખાણ કર્યા. ૬૯ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૪૮૫, વિ. સં. ૧૫૪૧માં સમાધિપૂર્વક દેહ છોડ્યો.
તેમના લગભગ ૪૦૦ શિષ્યો તથા આઠ લાખ શ્રાવકો (અનુયાયીઓ) હતા.
સત્યની કેવી તાકાત ! લોંકાગચ્છની પરંપરા એક શતાબ્દી સુધી બરાબર ચાલી. ત્યાર બાદ પારસ્પરિક અનેજ્યના કારણે અનેક દોષો આવ્યા. અંદરોઅંદર વૈમનસ્ય પ્રગટ્યું. ધર્મના ઉપદેશકો જ ભ્રષ્ટ થવા લાગ્યા. ફરી સમય એવો આવ્યો કે લોકાશાહની આવશ્યકતા જણાઈ.
શિથિલાચારી ચૈત્યવાસીઓને લોકાશાહ તથા તેમના અનુયાયીઓ તરફ ભારે દ્વેષ જાગ્યો તેથી તેમને “ઢુંઢિયા” કહેવા લાગ્યા પરંતુ શુદ્ધ સનાતન ધર્મનું આચરણ કરવાવાળા સહિષ્ણુ શ્રાવકોએ સમભાવથી એવો વિચાર કર્યો કે ટુંઢિયા” શબ્દ લઘુતાનો દ્યોતક નથી. ધાર્મિક ક્રિયાઓના આડંબરયુક્ત ” આવરણોને ભેદી અહિંસામય, સત્ય ધર્મ શોધવાવાળા (ઢુંઢવાવાળા) ને આપેલ ટુંઢિયા બિરુદ ગૌરવ અપાવે તેવું છે.
પ્રખર ફિલોસોફર અને મહાન વિચારક શ્રી વાડીલાલ મોતીલાલ શાહ પોતાની તટસ્થતા બતાવવા ઐતિહાસિક નોંધમાં લખે છે કે આ શબ્દનું મૂળ રહસ્ય આ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org