________________
શ્રી લોકાશાહ
૭૮ લેશ પણ સ્થાન હોઈ શકે નહિ.” સંઘવીઓએ કહ્યું.
આ ઉત્તર સાંભળતાં જ તે બધા સાધુઓ નિરુત્તર બન્યા. સંઘ ત્યાંથી વિખરાયો.
આ પ્રમાણે જૈન ધર્મની આ ક્રાન્તિએ ખળભળાટ મચાવી મૂક્યો. આ પ્રસંગે લોંકાશાહના વિચારને અનુસરનારો બહોળો વર્ગ વારંવાર પ્રાર્થના કરવા લાગ્યો કે આપણા વિચારને અનુસરનારો જે કોઈ હોય તેમની એક સંખ્યા નિશ્ચિત થવી જોઈએ. આપ શક્તિમાન છો. આ નેતૃત્વ સ્વીકારો અને પંથ (MissiON)ની સ્થાપના કરો.
લોંકાશાહે કહ્યું, “ભાઈઓ ! નવો મત સ્થાપવાની મને જરાય આકાંક્ષા નથી. હું જે કંઈ છું તે ભગવાન મહાવીરની જ મૂડી છે. હું તો માત્ર તેનો દલાલ છું, માટે જે સત્ય તમે સમજ્યા છો તેને આચરવાનો પુરુષાર્થ કરો. શાસનની પ્રભાવના કેવળ ખૂણામાં હશે તો પણ તેની વ્યાપક્તા વેગભર જગતને ખૂણે ખૂણે પહોંચી વળશે.”
આ સાંભળીને તે વખતે ત્યાં હાજર રહેલામાંથી ૪૫ જણા તૈયાર થઈ ગયા અને લોકશાહના ચરણે ઢળી પડ્યા, “ઓ પરમ પિતા ! અમને દીક્ષા આપો.” સંવત ૧૫૩૧માં ૪૫ સાધકોએ દીક્ષા અંગકાર કરી. સત્યની સાધના અને તેના પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા. પોતાના ઉપકારી પુરુષનું નામ અમર રાખવા તેમણે લોંકાગચ્છ” એવું નામ રાખ્યું.
ચૈત્યવાદની વિરુદ્ધ જબ્બર પ્રચાર થયો તેથી ચૈત્યવાસીઓ ઉશ્કેરાયા. અસત્ય આક્ષેપો આપ્યા પરંતુ જેમ સૂર્યના ઉદયથી અંધકારનો નાશ થાય છે તેમ મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થયો.
શ્રીમાન લોંકાશાહના વખતમાં સ્થિતિ કેવી હતી તેનું આબેહૂબ વર્ણન ભાઈ નેનમલજીએ નીચેની કવિતામાં કર્યું છે –
યતિયોકે ઉપદેશોને જબ, ભક્તોં કો ભરમાયા થા. અંધશ્રદ્ધાને એ અવનિપર, રાજ્યધ્વજ લહરાયા થા | અંધકાર છાયા થા જગમેં, જ્યોતિ નહિ જબ મિલતી થી ! પાપોંકે બોઝે કે કારન, માતૃભૂમિ સબ હિલતી થી II ધર્મતત્ત્વકો ભૂલ ગયે થે, અંધભક્તિ જબ છાઈ થી ! જૂઠ ઔર કુભાવના જગમેં, જબ સર્વત્ર સમાઈ થી II તબ ઐસે વિકરાલ કાલમે, લોકાશાહ કા જન્મ હુઆ 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org