________________
૭૬
લોંકાશાહ - તે જ હું તમારી પાસે સમજવા માગું છું.
લખમશી - મને તો કશુંય સમજાતું નથી. તમારી આ જ્યોતિ આગળ મારો દીવો ફીક્કો પડી જાય છે. એટલું કહેતાં જ એકદમ એ બોલી ઉઠ્યા, લોંકાશાહ ! તમે મૂર્તિપૂજાનો વિરોધ કરો છો ? તમારા જેવા ધોરી શ્રાવકને એ શોભે ?
શ્રી લોકાશાહ
લોંકાશાહે આચારાંગ, સુયગડાંગ, ભગવતી, દશવૈકાલિક વગેરે શાસ્ત્રોના પાઠો બતાવીને પુરવાર કરી આપ્યું કે મૂર્તિપૂજા જૈન શાસ્ત્રમાં ક્યાંય નથી. જૈન ચૈતન્યપુંજને પૂજે છે, જૈન ગુણપૂજાનો જ પૂજારી છે. ચૈતન્ય પુંજને જ માને છે, સત્કારે છે, સન્માને છે અને પૂજે છે. મૂર્તિપૂજા જૈન શાસ્ત્ર સંમત નથી. આ સાંભળી લખમશી કહે છે -
जिणभवणकज्जम्मि, सगडा वहन्ति जे गुणा ।
ते सव्वे मरिऊण, गच्छन्ति अमरभवणाई ॥
મંદિરનાં કાર્યોમાં ગાડાંઓને જે બળદો વહન કરે છે તે બધા મરીને દેવગતિ પામે છે. આ તો આપણાં આચાર્યોએ પોતાના ગ્રન્થોમાં જ ભાખ્યું છે, તેનું શું ? લોંકાશાહ - જરા પૂછી લઉં આત્મા મોટો કે આંખ ?
લખમશી - એમ કેમ ?
લોંકાશાહ - મૂળ આગમો તે આત્મા છે. ગ્રન્થો એ આંખ છે. આત્માવિહોણી આંખ ન શોભે અને કાર્ય ન કરી શકે. શાસ્ત્રો પહેલાં અને ગ્રન્થ પછી.
લોકાશાહ તરત જ દશવૈકાલિક લાવીને હાજર થયા અને ધર્મની વાસ્તવિક વ્યાખ્યા બતાવી. આમ જ્યારે લખમશી શેઠને સ્પષ્ટ સમજાવ્યું ત્યારે તેણે વિહ્વળતાથી પૂછ્યું કે ધર્મનિમિત્તે કંઈ સૂક્ષ્મ હિંસા થાય તેનું જૈનદર્શનમાં ધર્મરૂપ સ્થાન નથી ?
લોકાશાહ – જૈન ધર્મ તો શું પણ કોઈ પણ ધર્મમાં સૂક્ષ્મ હિંસાને ધર્મ તરીકે સ્વીકારી શકાય નહિ.
લખમશી લાલચોળ થઈ ગયા અને બોલ્યા, “ત્યારે આપણે જેને જૈન ધર્મના મુખ્ય સ્તંભ ગણીએ છીએ તેવા સાધુઓ પોતે શાસ્ત્રમાં ન હોવા છતાં કેટલીક સૂક્ષ્મ હિંસામાં અનુમોદન આપી રહ્યા છે. સંયમના બદલે સુખપાલખીઓ પર બેસી આચાર્યો બની વિલાસ માણી રહ્યા છે, તપશ્ચર્યાને બદલે ગચ્છભેદના ઝઘડાઓ પ્રવર્તાવી રહ્યા છે, શું આ જૈન ધર્મ છે ?”
લોંકાશાહ - ના, આ બધું જૈનધર્મમાં થયેલા વિકારનું પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org