________________
આ છે અણગાર અમારા
લખમશી – વિકારને નાબૂદ કરવાનો ઉપાય ?
લોંકાશાહ – સત્યનો પ્રચાર. સત્યની શક્તિ વિશ્વમાં વ્યાપક છે. જ્યાં જ્યાં તેનું એક આંદોલન જશે ત્યાં ત્યાં તેની પરંપરા વિકસે જ જશે. અસત્યનો પ્રકોપ ગમે તેટલો પ્રબળ હશે તો પણ સત્યરૂપી સૂર્યના પ્રકાશ આગળ આગિયાની જયોતિની જેમ નિસ્તેજ અને હતો ન હતો થઈ જશે.
આ રીતે સંવાદ થવાથી લખમશી ચકાસવા આવ્યા હતા તેના બદલે સત્ય સમજાયાથી પક્કા સહાયક થઈ પડ્યા. પાટણ ગણા પછી એક જબ્બર આંદોલન શરૂ કર્યું. આથી ઘણા લોકાશાહના વિરોધીઓ તેમના સંસર્ગમાં આવ્યા પછી તેમના જ સહાયકો બનતા ગયા. અધિકારવાદના બદલે સ્વાતંત્ર્યવાદ વિકસવા લાગ્યો.
એકદા અહટવાડા, પાટણ, સુરત વગેરેના ચાર સંઘ અમદાવાદમાં આવ્યા. ઘણો જ વરસાદ થવાથી ધારવા કરતાં વધુ રોકાવું પડ્યું. તેઓને શ્રીમાન લોકાશાહને જોવાની અને તેમની ચર્ચા સાંભળવાની ઈચ્છા હતી તેથી ચર્ચા કરવા ત્યાં ગયા. સાધુવર્ગનું શૈથિલ્ય, ચૈત્યવાદ અને અધિકારવાદના વિષયની લાંબી ચર્ચાઓ પછી જેમ જેમ તેમનું સમાધાન થતું ગયું તેમ તેમ લોકાશાહ પ્રત્યે માન વધતું ગયું.
ઉપરના ચારે સંઘના સંઘવીઓ નાગજી, દલીચંદ, મોતીચંદ અને શંભુજી લોકાશાહના પ્રભાવથી આકર્ષાયા, લોંકાશાહને પૂજ્ય તરીકે સ્વીકાર્યા. આ વાતની સુરિસમ્રાટ સાધુઓને ખબર પડી ત્યારે તેઓ ખૂબ ધૂંધવાયા. ખુલ્લી રીતે લોંકાશાહની વિરુદ્ધ બોલી શકે તેવું ન હતું તેથી બહાનું શોધી કાઢ્યું કે, “સંઘવીઓ ! સંઘના લોકોને ખર્ચ માટે હરકત થશે માટે હવે ક્યાં સુધી પડી રહેશો?” હવે તો સંઘને ચલાવો.
સંઘવીઓએ જવાબ આપ્યો, “મહારાજ ! વરસાદ ઘણો પડ્યો હોવાથી જીવની ઉત્પત્તી ખૂબ થઈ ગઈ છે, માટે હમણાં કેમ ચાલી શકાય?”
સાધુઓએ કહ્યું, “વળી આવો ધર્મ તમને કોણે શીખવ્યો ? ધર્મના મહાકાર્યમાં આવી સૂક્ષ્મ હિંસા થાય તે ગણાતી હશે ? હિંસાના પાપ કરતાં તીર્થયાત્રાનું ફળ સો, હજાર, લાખ અને તેથીય અધિકગણું વિશેષ છે. બહુ નફા આગળ થોડી ખોટ જાય તેનો કંઈ હિસાબ ગણાતો હશે ?”
“મહારાજ! માફ કરો. બહું થયું. તમારા આવી રીતે વર્ષો થયાં બંધાવેલા પાટાઓએ ધર્મપ્રાણ લોકાશાહની ચેતન શક્તિએ મહાવીરનાં વચનો દ્વારા ઉખેડી નાખ્યા છે. હવે અમે ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજતા થઈ ગયા છીએ. ધર્મમાં અધર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org