________________
૭૨
શ્રી લોકાશાહ
માતા ગંગાબાઈના આનંદની અવધિ ન રહી.
“પુત્રનાં લક્ષણ પારણામાં” એ લોકોક્તિ પ્રમાણે નવપ્રસ્ત બાળકનાં લક્ષણો જ કહી આપતાં હતાં કે આ બાળક વિશ્વના મહાપુરુષોની નામાવલિમાં પોતાનું નામ ઉજ્જવલ બનાવશે.
તેમની ફઈબાએ તદ્દનુરૂપ નામ પણ લોંકાશાહ રાખ્યું. હેમાભાઈ અને તેમનાં ધર્મપત્નીનો હર્ષ ઉરમાં સમાતો ન હતો. તેમની ચિરકાળની ભાવના પૂર્ણ થઈ હતી તેથી છાતી ગજગજ ઊછળતી હતી.
છઠ્ઠા વર્ષના પ્રારંભે જ માતા-પિતાએ લોંકાશાહને પાઠકજીના હાથ તળે વિદ્યાભ્યાસ માટે મૂક્યા. પૂર્વકાળના વિદ્યાના પ્રગાઢ સંસ્કારને માત્ર તાજા જ કરવાનું કાર્ય એમના માટે બાકી હતું.
પુસ્તકનું પુસ્તક બીજે જ દહાડે જ્યારે પાઠકજી અક્ષરશઃ કંઠસ્થ થયેલું જુએ ત્યારે તેને આશ્ચર્ય થયા કરે. આવી અપૂર્વ સ્મરણશક્તિ, ગ્રહણશક્તિ અને વિનયભાવની પ્રધાનતાને કારણે તેમણે થોડા જ વખતમાં વિવિધ વિષયોનું જ્ઞાન સંપાદન કર્યું.
પિતાજીના સંસ્કાર પ્રમાણે રાજનીતિનો પણ ઊંડો અભ્યાસ કર્યો. કળાકૌશલ અને વ્યવહાર દક્ષતામાં તે નિપુણ બન્યા. તેમના અક્ષરો તો જાણે મોતીના દાણા ન હોય ! તેમ સ્વચ્છ સુરેખ અને પ્રમાણોપેત હતા.
લોકાશાહ પંદરેક વર્ષના થયા ત્યાં તો શીરોહીના સુપ્રસિદ્ધ શાહ ઓધવજીની વિચક્ષણ પુત્રી સુદર્શન સાથે તેમના લગ્ન થયાં. કાલાનુક્રમે દમ્પતીજીવનમાં સુખદ સહચારની સ્મૃતિરૂપે તેમને એક પુત્ર રત્નનો જન્મ થયો. તેનું નામ પૂર્ણચન્દ્ર (પૂનમચંદ) રાખવામાં આવ્યું.
આવી રીતે એક સુપુત્રના પિતા, રાજ્યાધિકારી, ગર્ભશ્રીમન્ત અને સફળ યશસ્વી વીર લોકશાહનું જીવન અતિ સુખદ અને આકર્ષક હતું. ભલભલા શ્રીમંતોને તેમના આકર્ષક જીવનની ઈર્ષા આવતી.
એક મહાન રાજ કર્મચારી છતાં અધિકારવાદનો લેશ પણ ગર્વ તેમને ન હતો. ઊલટું તેઓ એમ સમજતા કે રાજા અને પ્રજા બન્નેની સલામતી અને સ્નેહના સંરક્ષણનું આ મહાન જવાબદારીવાળું પદ છે. આથી તે પદ ઉપર હોવા છતાં રાજકારણની ખટપટો, કાવાદાવા, રાજ પ્રપંચો કે લાંચરૂશ્વતોનાં પ્રલોભનોએ તેમને સ્પર્શ કર્યો ન હતો. દયા અને દાન તો જન્મસિદ્ધ સાથી હતા. સંયમ અને સાદાઈ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. મળેલી સાહ્યબી અને સાધનોનો હંમેશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org