________________
આ છે અણગાર અમારા
'વિભાગ - ૩
ધર્મક્રાન્તિકાળ ભગવાન શ્રી મહાવીરના નિર્વાણ સમયે બેઠેલા 'ભસ્મગ્રહ ઉતરી ગયા પછીનો ધર્મક્રાન્તિકાળ
' અને મહાન ક્રાન્તિકારી વિભૂતિઓ.
મહાન ક્રાન્તિકારી શ્રી લોકાશાહ "Necessity is the mother of invention."
આવશ્યકતા આવિષ્કારની જનની છે.” જ્યારે જ્યારે ધર્મની કે સમાજની પડતી દશા થાય છે ત્યારે ત્યારે તેનો ઉદ્ધાર કરનાર મહાપુરુષનો જન્મ અવશ્ય થાય છે. કટોકટીના સમયે મહાન ક્રાન્તીકારની જરૂર હતી અને તેનો પ્રાદુર્ભાવ થયો. વાંચો એ દુમહાપુરુષનું જીવનવૃત્તાન્ત.
ગુજરાત રાજયના સૌથી મોટા શહેર અમદાવાદમાં મૂળ ક્ષત્રિય છતાં હાલમાં ઓસવાળ વણિક) તરીકે ઓળખાતા કુળ અને શીલથી ઉચ્ચ ગણાતા શાહ કુટુંબના અગ્રણી હેમાભાઈ હતા. તેઓ ચતુર અને પ્રામાણિક હતા.
દિલ્હીની સલ્તનત નીચે આવેલા એ અમદાવાદમાં તે સમયે સુબાનું સામ્રાજ્ય હતું. મુસલમાનોની રાજસત્તા હોવા છતાં હિન્દુઓને રાજકારોબારમાં સારું સ્થાન મળતું હતું. શ્રી હેમાભાઈને પણ રાજકારોબારમાં ઉત્તમ સ્થાન મળ્યું હતું. તેમનાં ધર્મપત્નીનું નામ ગંગાબાઈ હતું. ગંગાબાઈ સુશીલ અને સદ્ગુણી હતા. આનંદપૂર્વક દિવસો પસાર થતા હતા.
વિ. સં. ૧૪૭ના (મતાંતરે ૧૪૮૨) કારતક સુદ પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર સોળે કળાએ ખીલી રહ્યો હતો ત્યારે તેમાભાઈને પુત્રરત્નના જન્મની વધામણી મળી. તેમની આખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં, રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org