________________
આ છે અણગાર અમારા •
હે પૂજય ! તે ક્યા અર્થે ? હે ગૌતમ ! તે ઘણા નામધારી મુનિઓ શ્વેત વસ્ત્ર, યહરણ આદિ ઉપધિને સ્વલિંગ માનશે. તે તે અર્થે હે ગૌતમ ! નિશ્ચય દ્રવ્યલિંગધારી થશે. હે ગૌતમ ! કેટલાક મુનિઓ મુહપત્તિ બાંધવાનું સમય અનુસાર રાખશે, ઘણા મુનિઓ અવિધિ માર્ગે ઉપદેશ કરશે. ઘણા મુનિ જિન પ્રતિમા કરાવશે. ઘણા મુનિઓ જિન મૂર્તિની પ્રતિષ્ઠા કરાવશે. ઘણા મુનિઓ જિન પ્રતિમાને સ્થાપન કરશે યાવત્ સર્વે અવિધિ માર્ગે પડશે. તે સર્વ પૂર્વે કહેલાં કાર્યોને સ્વેચ્છાએ કરશે. હે ગૌતમ ! જયારે ભસ્મગ્રહ નિવૃત્ત થશે ત્યારે ફરી મારાં શાસનનો અભ્યદય થશે. સાધુની પણ ઉદય પૂજા થશે. સાધ્વીની અને શ્રાવકોની તથા શ્રાવિકાઓની પણ હે ગૌતમ ! ઉદય પૂજા (અભ્યદય) થશે.
सेणं भंते । अमुगे जीवे पगइभद्दे उज्जुभावे देवाणुप्पिये णं पडिमं करावेइ, पडिमाणं वा पइळं करावेइ तेणं जीवे किं जणयइ ?
નવમી ! સે નવે પાવાડું મારૂં નાયડું છે ૬ .
હે ભગવન્! અમુક જીવ પ્રકૃતિનો ભદ્ર, સરલ ભાવવાળો અને દેવાનુપ્રિય પ્રતિમા કરાવે, પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવે તે જીવ શું ઉત્પન્ન કરે ? હે ગૌતમ ! તે જીવ પાપકર્મ ઉત્પન્ન કરે.
से केणठेणं भंते ! एवं वुच्चई ? गोयमा ! से जीवे मिच्छा भाव पडिवन्ने अजीवं जीवभाव मनिस्सति, छण्हं जीवणिकायाणं वहं करिस्सति, मम मग्गस्स णं हीलणं कराविस्सति, मम सासणेणं उदयं णो करिस्सति, मए अत्थित्तं अस्थि वुत्तं, नत्थित्तं नत्थि वुत्तं, से जीवे अत्थित्तं नत्थि वदिस्सति नत्थित्तं अस्थि वदिस्सति, से तेणठेणं गोयमा ! से जीवे पावाइं कम्माइं जणयइ वा मिच्छा मोहणिज्ज कम्मं निबंधइ ॥७॥
હે પૂજ્ય ! તે કયા અર્થ એમ કહો છો? હે ગૌતમ ! તે જીવ મિથ્યા ભાવને પામેલ અજીવમાં જીવ ભાવને માનશે, છ કાયના જીવોનો વધ કરશે, મારા માર્ગની હીલણા (નિંદા) કરાવશે. મારા શાસનનો ઉદય કરશે નહિ. મેં છે તેને છે કહ્યું છે અને નથી તેને નથી કહ્યું છે. તે જીવ છે તેને નથી કહેશે અને નથી તેને છે કહેશે. તે અર્થે હે ગૌતમ ! તે જીવ પાપ કર્મને ઉત્પન્ન કરે છે અથવા મિથ્યા મોહનીય કર્મ બાંધે છે.
પાટ-૨૭ દેવર્કિંગણી ક્ષમાશ્રમણ
શ્રી દેવદ્ધિગણી વેરાવળ (સૌરાષ્ટ્ર) નિવાસી શ્રી કામર્ધિ ક્ષત્રિયના પુત્ર હતા. તેમના શિક્ષાગુરુ આચાર્ય દેવગુપ્ત હતા. શ્રી નન્દીસૂત્રોની રચના શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org