________________
આ છે અણગાર અમારા
૬૫ હે આત્મન ! જેને તું મારવાનો વિચાર કરી રહ્યો છે તે તું સ્વયં છે. જેના પર તું હુકમ ચલાવવાનો વિચાર કરે છે, તે તું પોતે છે, જેને તું દુઃખી કરવા ઈચ્છે છે, તે સ્વયં તું છે. જેને તું પકડવા ઈચ્છે છે, તે સ્વયં તું છે, જેને તું મારી નાખવા ઈચ્છે છે, તે સ્વયં તું છે. તું એમ વિચાર કર. આ પ્રકારની સમજણથી કોઈપણ જીવને મારવા ન જોઈએ કારણ કે બીજાને મારનારને તેનું ફળ એ જ રીતે ભોગવવું પડે છે. એમ જાણી કોઈપણ પ્રાણીને મારવાની ઈચ્છા ન કરવી જોઈએ. | દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં હિંસાનો નિષેધ
सव्वे जीवा वि इच्छंति, जीविउं न मरिजिउं ।
तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥ અર્થાત્ સર્વે જીવો જીવવાને ઈચ્છે છે, નહિ કે મરવાને, તેથી પ્રાણીવને ઘોર (ભયંકર) જાણીને સાધુઓ તેનો સદંતર ત્યાગ કરે છે.
હિંસા કરવી, કરાવવી કે અનુમોદવી; આ ત્રણેમાં સરખું પાપ છે તેથી નવ નવ કોટિએ પચ્ચક્ખાણ લેનાર સાધુ – સાધ્વીજીએ ત્રિવિધ ત્રિવિધ હિંસાનો ત્યાગ કરવો જોઈએ.
આમ અનેક આગમ શાસ્ત્રોમાં હિંસાનો બિસ્કુલ નિષેધ હોવા છતાં ઉતરતાં કાળના પ્રભાવે જૈનોના ચારે ફીરકા (દિગંબર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી) એક યા બીજી રીતે આરંભ- સમારંભ અને શાસ્ત્રવિરુધ્ધ પ્રવૃત્તિમાં પડી ગયા છે. સર્વેની ત્રુટિઓ પોતે સ્વીકારીને તેનો ત્યાગ કરવો ઘટે. કમસે કમ શ્રદ્ધા અને પ્રરૂપણામાં તો નિગ્રન્થ પ્રવચન (તીર્થકરના વચનો) ને ૧૦૦% સ્વીકારવું જોઈએ. સ્પર્શના પણ એ જ પ્રમાણે થાય તો બેડો પાર થઈ જાય. જે વિરલ આત્માઓ મન – વચન - કાયાથી, કરણ – કરાવણ અને અનુમોદન દ્વારા હિંસા આદિ પાપોથી બચે છે તેઓને કોટિ કોટિ વંદના.
ભગવાન મહાવીરના શાસનની ચડતી-પડતી
'સમુત્થાન સૂત્ર, ઉ. ૬ના આધારે जिनकप्पी वि मुहे सया लिंगं धारेति । समुत्थान सूत्र, उ. ६
અર્થાત્ જિનકલ્પી પણ હંમેશા મુખે મુહપત્તિ ધારણ કરે છે. નંદી સૂત્રમાં જે શાસ્ત્રોના નામ છે તેમાં આ સમુત્થાન સૂત્રને સ્થાન આપવામાં આવેલ છે તથા વ્યવહાર સૂત્રમાં પણ ૧૩ વર્ષથી વધારે દીક્ષા પર્યાયવાળાને સમુત્થાન સૂત્ર ભણવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org