________________
६८
પટ્ટાવલિ દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ દ્વારા થઈ છે. બાર દુકાળોને લીધે શ્રમણ સંસ્થાનો અને શ્રુતજ્ઞાનનો બહુધા લોપ થયેલો જાણી, શ્રુતભક્તિથી પ્રેરાઈ ભાવિ પ્રજાના કલ્યાણ માટે વીર સંવત ૯૮૦માં શ્રી સંઘના આગ્રહથી રહ્યા સહ્યા સાધુઓને વલ્લભીપુરમાં એકત્ર કર્યા અને તેઓના મુખેથી શેષ રહેલાં ઓછાવત્તા સુટિત અને અત્રુટિત આગમોના પાઠોને અનુક્રમે સ્વબુદ્ધિથી સંકલિત કરીને પુસ્તકારૂઢ કર્યા.
વીર સંવત ૧000માં શત્રુંજય પર્વત પર છેલ્લા એક પૂર્વધર મહાવાચક શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સ્વર્ગવાસ પામ્યા.
તે વખતે વસતિવાસી સંવેગી મુનિ મંડણોમાંના શ્રી કાલિકાચાર્ય તેમના મુખ્ય સહાયક હતા. જેથી તેઓ યુગપ્રધાન ગણાય છે. એ કાલિકાચાર્ય પાંચમની જ સંવત્સરી કરતા.
'ચોથની સંવત્સરી ક્યારે થઈ ?
વીર સંવત ૯૯૩થી વિક્રમસૂરિ થયા. તેમના સમયમાં તે જ વર્ષે ભાવડગચ્છી કાલિકાચાર્ય ત્રીજા થયા. તેમણે પઈઠાણપુરમાં શતવાહનરાજાના કારણે, તેની અનુકૂળતા સાચવવા ચોથની સંવત્સરી કરી અને વીર સંવત ૯૯૪માં સ્વર્ગે ગયા. બીજે વર્ષે પાંચમની સંવત્સરી કરવાની હતી પણ કાલિકાચાર્યના શિષ્યોએ કરી નહિ અને ચોથની કાયમ રાખી. ત્યારથી ચોથની સંવત્સરીની પરંપરા ચાલી. અને હવે તો “આગે સે ચલી આતી હૈ” પ્રમાણે સમજવા છતાં કોઈ ચોથ છોડી પાંચમની સંવત્સરી કરવા તૈયાર નથી. “મુલ્લાજીનું નાડું પકડ્યું તે પકડ્યું” કાળની બલિહારી !
પાટ-૨૮ આર્યઋષિ સ્વામી. પાટ-૨૯ ધર્માચાર્ય સ્વામી.
પાટ-૩૦ શિવભૂતિ સ્વામી. પાટ-૩૧ સિંહદેવ સ્વામી (સોમાચાય).
પાટ-૩૨ આર્યભદ્ર સ્વામી. પાટ-૩૩ વિષ્ણચન્દ્રાચાર્ય સ્વામી.
પાટ-૩૪ ધર્મવર્ધન સ્વામી. પાટ-૩૫ શ્રી ધરાચાર્ય (ભુરાજી સ્વામી).
પાટ-૩૬ સુદત્ત સ્વામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org