________________
૬૪
પટ્ટાવલિ
વા, મોહિસુ વા, ગળુવહિપ્પુ વા, સંગોપરભુ વા, અસંતોરણમુ વા ॥૨૨॥ तच्चं चेयं तहा चेयं अस्सि चेयं पवुच्चइ ॥ २२३ ॥
હે જંબૂ ! હું કહું છું કે જે તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં જે છે, ભવિષ્યમાં જે થશે તે સર્વ આ પ્રકારે કહે છે, બોલે છે, સમજાવે છે અને પ્રરૂપણા કરે છે તથા કરશે. સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્ત્વોને મારવા ન જોઈએ, તેના ૫૨ હુકમ ન કરવો જોઈએ, તેને દાસની જેમ કબજામાં ન રાખવા જોઈએ. તેને સંતાપ ન દેવો જોઈએ તથા તેને પ્રાણરહિત કરવા ન જોઈએ. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે. સંસારના દુઃખોને જાણનાર હિતકારી તીર્થંકરોએ સંયમમાં તત્પર અને અતત્પર, ઉપસ્થિત અને અનુપસ્થિત, મુનિઓ અને ગૃહસ્થો, રાગીઓ અને ત્યાગીઓ, ભોગીઓ અને યોગીઓને સમાન ભાવથી આ ઉપદેશ આપ્યો છે. જેવો ધર્મ ભગવાને કહ્યો છે તેવો જ છે અને આવો ધર્મ આ જિનપ્રવચનમાં જ કહ્યો છે.
જીવ હિંસાનું પરિણામ આચારાંગ સૂત્ર. શ્રુ. ૧, અ. ૫, ઉ. ૧
आवंती केयावंती लोयंसि विपरामुसंति अठ्ठाए अणठ्ठाए । एएसु चेव विप्परामुसंति, गुरु से कामा, तओ से मारस्स अंतो जओ से मारस्स अंतो तओ મે દૂરે, હેવ સે સંતો એવ મે રે ॥ ૨૬૪ ॥
આ સંસારમાં જે કોઈ પ્રાણી સપ્રયોજન અથવા નિષ્પ્રયોજન જીવોની હિંસા કરે છે તેઓ તે જીવોની ગતિમાં ઉત્પન્ન થાય છે. આવા અજ્ઞાની જીવને વિષય ભોગો છોડવા બહુ કઠિન લાગે છે. તેથી તેઓ જન્મ - મરણમાં ફસાઈ રહે છે તથા મોક્ષના સુખોથી દૂર રહે છે. વળી તેઓ વિષય - સુખને ભોગવી શકતા નથી કે તેથી વિમુખ પણ થઈ શકતા નથી.
Jain Education International
જેને તું હણવા ઈચ્છે છે તે તું પોતે છે આ. સૂ. બ્રુ. ૧, અ. ૫, ઉ. પ
'
तुमंसि णाम सच्चेव, जं हंतव्वंति मण्णसि तुमंसि णाम सच्चेव, जं अज्जावेयव्वंति मण्णसि तुमंसि णाम सच्चेव, जं परियावेयव्वंति मण्णसि, एवं जं परिद्येत्तव्वंति मण्णसि, जं उद्दवेयव्वंति मण्णसि । अंजू चेह पडिबुद्धजीवी तम्हा ण हंता ण विघायए; अणुसंवयेणमप्पाणेणं जं हंतव्वं णामिपत्थए ॥३२०॥
For Private & Personal Use Only
www.jainelibrary.org