________________
પપ
આ છે અણગાર અમારા હોય, અમને તો ગુરુમહારાજે આ પુત્રને થાપણ તરીકે રક્ષણ કરવા સોંપ્યો છે, માટે અમારાથી તેમની રજા વગર તમને પુત્ર કેમ સોંપી શકાય ?'' પરંતુ જ્યારે સુનંદાએ ખૂબ હઠ લીધી ત્યારે તેમણે કહ્યું કે, “તું અમારા ઘરે આવીને ખુશીથી પુત્રને રમાડી શકે છે, ધવડાવી શકે છે.” આ ઉપરથી સુનંદા દરરોજ તે શ્રાવિકાને ત્યાં જવા લાગી અને પુત્રને જોઈ રમાડી સુખ અનુભવવા લાગી.
વજકુમાર ત્રણ વર્ષનો થયો ત્યારે ધનગિરિ વગેરે મુનિવરો અવન્તિકા નગરીમાં પધાર્યા. સુનંદાએ પ્રથમ વિચાર કર્યો જ હતો કે ફરી મુનિરાજ આવશે ત્યારે પુત્રની માગણી કરીશ. આથી ધનગિરિ પાસે પોતાના પુત્રની માગણી કરી. મુનિએ તેનો ઈન્કાર કર્યો. અંતે સુનંદાએ રાજા પાસે ફરિયાદ કરી ન્યાય માગ્યો.
રાજાએ ધનગિરિને બોલાવ્યો. સંઘ સહિત ધનગિરિ મુનિ રાજસભામાં આવ્યા. સુનંદા પણ કેટલાક માણસોને લઈ રાજસભામાં આવી. ઉભય પક્ષની દલીલો સાંભળીને છેવટે રાજાએ ન્યાય આપ્યો કે જેના બોલાવવાથી આ બાળક જેની પાસે જાય તેને તે બાળ સ્વાધીન કરવો. આથી સુનંદાએ ભાતભાતનાં રકમડાં આદિ વસ્તુઓ બતાવી બોલાવ્યો પણ વજકુમાર જાતિસ્મરણ જ્ઞાનવાળો હોવાથી તેને વિચાર આવ્યો કે માતાનો ઉપકાર ઘણો છે, આ વખતે તેમની પાસે નહિ જાઉં તો તેમને દુ:ખ લાગશે અને જો ગુરુદેવની ઉપેક્ષા કરીશ તો શાસનની હીલના થશે અને મારો સંસાર પણ વધશે તેથી પિતા મુનિરાજ પાસે જવું શ્રેષ્ઠ છે. આ વિચારથી તે માતા પાસે ગયો નહિ. પછી મુનિરાજ મુનિએ વજકુમારને કહ્યું, “વત્સ ! દીક્ષા લેવાની ઈચ્છા હોય તો રજોહરણને ગ્રહણ કરો.” આ સાંભળી કુમારે તત્કાળ રજોહરણ લઈને નાચવા માંડ્યું અને ધનગિરિ મુનિના ખોળામાં જઈને બેઠો. - રાજાએ ન્યાય આપ્યો કે બાળક ધનગિરિને સોંપાશે. પછી સુનંદાએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આઠ વર્ષની ઉંમરે ગુરુમહારાજે વજકુમારને દીક્ષા આપી એટલું જ નહિ પરંતુ તેને યોગ્ય જાણીને તે જ સમયે આચાર્ય પદવી આપી. પછી થોડા જ સમયમાં આર્યદિનસ્વામી સ્વર્ગવાસ પામ્યા.
અગિયાર અંગનું જ્ઞાન તો તેમણે બાળપણમાં મેળવી લીધું હતું. દીક્ષા પછી ભદ્રગુપ્તાચાર્ય પાસેથી દશ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. પોતાના અભુત જ્ઞાન અને સંયમના પ્રભાવથી ઘણા ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો અને મહાન શાસન પ્રભાવના કરી.
તેમની પ્રશંસા સર્વત્ર પ્રસરી રહી હતી. તે વખતે પાટલીપુત્ર નગરમાં ધન નામના એક ધનાઢ્ય શેઠને રુકિમણી નામની એક સ્વરૂપવાન કન્યા હતી. તેણે કેટલાંક સાધ્વીજીઓના મુખેથી વજસ્વામીની પ્રશંસા સાંભળીને એવો નિશ્ચર્ય કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org