________________
આ છે અણગાર અમારા
પ૭ તેમના વખતમાં પ્રથમ ચાર ગચ્છ નીકળ્યા હતા. ત્યાર પછી તેમાંથી ક્રમે ક્રમે ૮૪ ગચ્છ થયા હતા.
વજસેનસ્વામીના સમયમાં એક પાંચ વર્ષનો અને એક સાત વર્ષનો એમ બન્ને મળી બાર વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. તે વખતે જૈન સાધુઓને સાદર-સત્કાર અને નિર્દોષ આહાર-પાણી મેળવવામાં મુશ્કેલી પડતી તેથી શુદ્ધ ક્રિયાપાલક અને આત્માર્થી ૭૮૪ સાધુઓએ તો આલોઈ, પડિક્કમી, નિંદી, નિઃશલ્ય થઈ સંથારો કરી સદ્ગતિને વરેલા; પરંતુ જે સાધુઓ શિથિલાચારી હતા તેઓ પોતાની આજીવિકા ચલાવવા માટે ભોળા અને સ્વાર્થી મનુષ્યોને કહેવા લાગ્યા કે, “આ ભયંકર કાળમાં સૌને મરવાનું તો છે જ પરંતુ પોતાની જીંદગી સાર્થક કરવા માટે પ્રભુજી પાસે કાંઈપણ નૈવેદ્ય કે ભેટ ધરશો તો પુણ્યની કમાણી થશે અને તમારો પરલોક સુધરશે.” એમ લાલચ અને આકર્ષણની અનેક વાતો તેઓ પોતાના ભક્તો પાસે કરવા લાગ્યા. ભક્તોને પણ તેમની આ વાત ગમી અને તે સાધુઓના કહેવા પ્રમાણે કરવા લાગ્યા. “દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિએ.”
આ કટોકટીના સમયે એક મોટા કુટુંબવાળો જિનદાસ નામનો શ્રાવક હતો, તેની પાસે પુષ્કળ પૈસો હતો પરંતુ અનાજનો દાણો પણ ન હતો. “નાણું મળે પણ ટાળું ન મળે.” એવો આ પ્રસંગ હતો. જિનદાસ અને તેનું કુટુંબ ભૂખે ટળવળતું હતું. ત્રણ દિવસ સુધી ભૂખ સહન કરી પણ મુઠ્ઠી અનાજ ક્યાંયથી મળ્યું નહિ. ત્યારે જિનદાસે વિચાર કર્યો કે આ કુટુંબનું દુ:ખ જોવું એના કરતાં મરી જવું શ્રેષ્ઠ છે. એમ વિચારી મહામહેનતે તેણે લાખ સોનામહોરો આપીને એક પાલી જાર મેળવી અને તેને દબાવી રાબ બનાવરાવી.
તે રાબ તૈયાર થઈ એટલે તેમાં ઝેર ભેળવીને પી જવી, એવો વિચાર કરી જિનદાસ તે રાબમાં ભેળવવા માટે ઝેર ઘોળીને તૈયાર કરતો હતો તે જ સમયે વજસેનસ્વામી વહોરવા માટે ત્યાં પધાર્યા. તે સમયે જિનદાસની પરિસ્થિતિ જાણી તેને તેમ કરતાં અટકાવી શુભ ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું, “જિનદાસ ! સબૂર, મારા ગુરુદેવ મને કહી ગયા છે કે જયારે તમને લક્ષ દ્રવ્યના અન્નમાંથી ભિક્ષા મળે ત્યારે જાણવું કે તેને બીજે જ દિવસે સુકાળ થશે. ભદ્ર ! તું ધીરજ રાખ. આવતી કાલે અન્ય દેશના વહાણો અનાજથી ભરેલા અહીં આવશે. એટલું કહી આચાર્ય સ્વસ્થાનકે ગયા.”
બીજા દિવસના પ્રભાતે દરિયાકિનારે આવતાં અન્નથી ભરેલાં વહાણો આવેલાં જિનદાસે જોયાં એટલે તેમાંનો બધો માલ તેણે ખરીદી લીધો. તે માલ ગામમાં લાવી જિનદાસે બધા ગ્રામવાસી લોકોને થોડો વહેંચી આપ્યો એટલે લોકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org