________________
આ છે અણગાર અમારા
પ૩ કર્યું. ત્યાર બાદ ચન્દ્રગુપ્ત, બિન્દુસાર, અશોક, કુણાલ અને સંપ્રતિ એ પાંચ રાજાઓએ ૧૦૮ વર્ષ રાજય કર્યું. પુષ્પમિત્ર રાજાએ ૩૦ વર્ષ, બલમિત્ર અને ભાનુમિત્ર રાજાએ ૬૦ વર્ષ, નભવાહન રાજાએ ૪૦ વર્ષ અને પછી શક રાજાએ ૪ વર્ષ રાજ્ય કર્યું. એમ ૨૧ રાજાઓએ ૪૭૦ વર્ષ સુધી રાજય કર્યું.
વીર સંવત ૪૭૧મે વર્ષે વિક્રમ નામના મહા પરાક્રમી રાજાએ શકોને હરાવી રાજ્ય પ્રાપ્ત કર્યું. ત્યારથી વિક્રમ રાજાને લોકોએ મહારાજાધિરાજના ઈલકાબથી વધાવી લીધા. વિક્રમ રાજાએ અનેક લોકોના કર્જ માફ કર્યા હતા તેથી તેઓ પરદુઃખભંજન કહેવાયા, તેથી તેમના નામનો સંવત ચાલ્યો. એ સંવતનો પ્રારંભ ઈસવીસનની પહેલાં પ૭મે વર્ષે થાય છે. કેટલાક લોકો વિક્રમ સંવતની શરૂઆત વીર સંવત ૪૮૩ વર્ષે થઈ છે એમ માને છે.
'શ્રી સ્કંદિલાચાર્ય અને માધુરી વાચના શ્રતની છિન્નભિન્નતા ઉત્તરોત્તર વધતી ગઈ એટલે વીર નિર્વાણ પછી છઠ્ઠી સૈકામાં અને પાટલીપુત્ર પરિષદ પછી લગભગ ૪૦૦ વર્ષે આર્ય સ્કંદિલાચાર્ય અને વજસ્વામીના વખતમાં પુનઃ સૂત્રોને સંકલિત કરવામાં આવ્યા, કારણ કે બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડવાથી સાધુઓ અન્નના માટે ભિન્ન ભિન્ન સ્થળે ફરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, મનન અને ચિંતન કરી ન શક્યા તેથી તે શ્રુત વિનષ્ટ થયું અને જ્યારે સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય સાધુ સમુદાય ભેગો કરી જેને જે જે સાંભર્યું છે તે બધું એકત્ર કરી વ્યવસ્થિત કર્યું.
આ ભયંકર દુષ્કાળ પૂર્વરચિત શ્રુતજ્ઞાનની ઘણી હાનિ કરેલી. તેનો ઉદ્ધાર સૂરસેન દેશના પાટનગર મથુરામાં થવાથી માથુરી વાચના કહેવામાં આવે છે.
વિદ્યાધર નામક ગચ્છમાં સ્કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી થયા અને વૃદ્ધવાદીના શિષ્ય સિદ્ધસેન દિવાકર થયા જેમણે કલ્યાણ મંદિર સ્તોત્ર વગેરેની રચના કરી છે.
પાટ-૧૪ શ્રી વજસ્વામી (વીર સં. ૪૭૬) અવન્તિકા નામની નગરીમાં ધન નામના એક શેઠ રહેતા હતા. તેને ધનગિરિ નામનો એક પુત્ર હતો. તે બાળપણથી જ વૈરાગ્યવાન હતો પરંતુ પિતાના અતિ આગ્રહથી સુનંદા નામની એક કન્યા સાથે લગ્નગ્રન્થિથી જોડાવું પડ્યું હતું. કેટલાક સમય પછી તે સુનંદાને ગર્ભ રહ્યો એટલે ધનગિરિ તરત જ ત્યાંથી નીકળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org