________________
૫૨
પટ્ટાવલિ
વીર સંવત ૨૫૪માં આર્યસહસ્તી સ્વામી આચાર્યપદે આવ્યા પછી તેમના ઉપદેશથી સંપ્રતિ મહારાજા જૈનધર્મી થયા. ૪૬ વર્ષ સુધી આચાર્યપદે રહ્યા. ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૨૯૧માં સ્વર્ગવાસ પામ્યા.
પાટ-૧૧ શ્રી સુપ્રતિબુદ્ધસ્વામી (વીર સં. ૨૯૧) શ્રી સુપ્રતિબદ્ધ સ્વામી વ્યાધપત્ય ગોત્રી હતા. દીક્ષા લઈ ૨૮ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું. પછી આચાર્યપદે આવ્યા.
સુસ્થિત નામના મુનિ તેમના ગુરુભાઈ હતા. બન્નેએ મળીને ક્રોડ વાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો તેથી અત્યાર સુધી નિર્ગસ્થ ગચ્છના નામથી ઓળખાતો આ ગચ્છ કોટીલ ગચ્છના નામે ઓળખાવા લાગ્યો. અહીં સુધી તો શુદ્ધ નિર્ઝન્ય માર્ગ ચાલતો હતો પરંતુ ત્યાર બાદ તેમાં ફેરફાર થતો ગયો એમ અનુમાન થઈ શકે છે.
તેમણે ૪૮ વર્ષ સુધી આચાર્યપદવી ભોગવી, કુલ્લ ૯૬ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૩૩૯માં સ્વર્ગવાસ પામ્યા.
'પાટ-૧૨ શ્રી ઈન્દ્રનિસ્વામી (વીર સં. ૩૩૯)
ઈન્દ્રબિનસ્વામીનું બીજું નામ વીરસ્વામી હતું. તેઓ કૌશિક ગોત્રના હતા. નાની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી ૧૦ પૂર્વનું જ્ઞાન સંપાદન કર્યું હતું. ૮૨ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી વીર સંવત ૪૨૧માં સ્વર્ગવાસ પામ્યા.
પાટ-૧૩ શ્રી આર્યદિનસ્વામી
'(અપરમતે સ્કંદિલાચાર્ય વી. સં. ૪૨૧) | શ્રી આર્યદિન સ્વામી ગૌતમગોત્રી કર્ણાટકના બ્રાહ્મણ હતા. ૩૦ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહી દીક્ષા ગ્રહણ કરી. ૩ર વર્ષ ગુરુભક્તિ કરી બહુમુત્રી થયા. તેઓશ્રી ઉગ્ર તપસ્વી પણ કહેવાય. દીક્ષા લીધી ત્યારથી જ સર્વ વિગયનો ત્યાગ કર્યો હતો. પ૫ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી, ૧૧૫ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી સ્વર્ગવાસ પામ્યા. વીર. સં. ૪૭૬.
વિક્રમ સંવત ક્યારે શરૂ થયો ?
ભગવાન મહાવીર પછી ૬૦ વર્ષ સુધી પાલક રાજાએ અવંતી નગરીમાં રાજય કર્યું. ત્યાર પછી પાટલીપુત્રમાં નવ નંદ રાજાઓએ ૧૫૫ વર્ષ સુધી રાજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org