________________
આ છે અણગાર અમારા
૫૧
માતાએ રજા ન આપી તેથી કુમારે સ્વયં કેશ લોચ કરી મુનિનો વેશ પહેરી લીધો. માતાને ખૂબ જ વિસ્મય થયો. તેમણે વિચાર્યું કે પુત્રની પ્રબળ ઈચ્છાને કોઈ રોકી શકવા સમર્થ નથી; આથી જાતે ભદ્રામાતા આચાર્ય મહારાજ પાસે આવી પુત્રને અર્પણ કર્યો. આર્ય સુહસ્તી મહારાજે તેને દીક્ષા આપી.
નવદીક્ષિત મુનિએ વિચાર કર્યો કે પોતે અત્યંત સુકુમાર હોવાથી સંયમવ્રતના આકરાં કષ્ટો વધુ વખત સહન કરી શકશે નહિ તેથી અનશન કરવા માટે તેમણે ગુરુદેવની આજ્ઞા માગી. ગુર્વજ્ઞા મળવાથી સ્મશાન ભૂમિમાં જઈ કાયોત્સર્ગમાં સ્થિર થયા. તેવામાં એક ભૂખી શિયાળણીએ બચ્ચાં સાથે આવીને તે જ રાત્રિએ તેમનાં શરીરનું ભક્ષણ કર્યું. આ ઉપસર્ગ તેમણે શાંતભાવે સહ્યો અને સમાધિભાવે કાળ કરી પોતાના ચિંતવેલા નલિની ગુલ્મ નામના વિમાનમાં જ ઉત્પન્ન થયા.
જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ' નામના પુસ્તકમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ શ્રી આર્ય સુહસ્તીસ્વામીના સમયવિશે લખે છે કે આર્યસુહસ્તી મહારાજના ઉપદેશથી ઉજ્જિયનીમાં સંપ્રતિ રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. પોતાના પિતામહની પાછળ સંપ્રતિ રાજાએ હિંદુનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. સંપ્રતિ રાજાએ હિન્દુસ્તાનની બહાર જૈનધર્મનો ઉપદેશ દેવા માટે આર્ય સુહસ્તી સ્વામીને વિનંતી કરી. પ્રથમ અનાર્ય દેશોમાં વિહાર કરવા માટે અને અનાર્ય લોકોને આર્ય બનાવવા માટે વીરપુરુષોને સાધુનો વેશ પહેરાવી તથા સાધુઓનો આચાર શીખવી અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કસ્તાન, ગ્રીસ, અરબસ્તાન, ટીબેટ, બ્રહ્મદેશ અને તાતાર વગેરે દેશોમાં મોકલ્યા. તેઓએ ત્યાં જઈ અનાર્ય લોકોને જૈન ધર્મનો ઉપદેશ દઈ ખરા આર્ય બનાવ્યા. તેથી ત્યાંના લોકો જૈન સાધુઓની ભક્તિ કરવા લાગ્યા તથા ધર્મના આચારવિચારોમાં કુશલ
થયા.
આંધ્ર વગેરે અનાર્ય દેશમાં વિહાર કરવા માટે સંપ્રતિ રાજાએ કરી આપેલી સગવડતા બાદ શુદ્ધ સાધુઓના વૃન્દ તે દેશોમાં વિચરવા લાગ્યા અને અનાર્યો હવે તો આર્યો કરતાં પણ અધિક સરળ અને ઉત્તમ છે એવા તેમણે આર્ય સુહસ્તી સ્વામી પાસે ઉદ્ગારો પણ કાઢ્યા.
સંપ્રતિ રાજાના સમયમાં જૈનોની વસતિ ૪૦ કરોડની ઈતિહાસકારો જણાવે છે, તે ઉપરોક્ત હકીકત જોતાં યથાર્થ માની શકાય છે. તે વખેત ઈસુ ખ્રિસ્ત કે હજરત મહમદસાહેબનો જન્મ થયો ન હતો. અનેક દેશોમાં જૈન ધર્મ પ્રસરેલો હોવાથી આટલી સંખ્યા વિશે કોઈ શંકા રહેતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org