________________
આ છે અણગાર અમારા
૪૯
'પાટ-૮ શ્રી સ્થૂલિભદ્રજીસ્વામી (વીર સં. ૧૭૦)
मंगलं भगवान्वीरो, मंगलं गौतमः प्रभुः।
मंगलं स्थूलिभद्राद्या, जैनधर्मोस्तु मंगलम् ॥ શ્રી સ્થૂલિભદ્રજીસ્વામી નંદ રાજાના મંત્રી સકડાલના પુત્ર હતા. તેઓ જાતે નાગર બ્રાહ્મણ હતા. સંસારાવસ્થામાં બાર વર્ષ સુધી કોશા વેશ્યાને ત્યાં રહ્યા હતા. આખરે ઉપાદાન જાગૃત થતાં સંભૂતિવિજયસ્વામીના સદ્ધોધનું નિમિત્ત પ્રાપ્ત કરી તેમની પાસે સંયમ અંગીકાર કર્યો હતો. તેમણે ભદ્રબાહુસ્વામી પાસે રહી ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમાં છેલ્લા ચાર પૂર્વના મૂળપાઠ જ શીખ્યા. દશ પૂર્વ અર્થરહસ્ય સહિત કર્યા.
એકદા સ્થૂલિભદ્રજી કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહ્યા. વેશ્યાએ તેમને લલચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળતા મળી. આખરે સ્થૂલિભદ્રજીના ઉપદેશથી કોશા બાર વ્રતધારી શ્રાવિકા બની.
બીજા એક મુનિએ સિંહની ગુફામાં ચાતુર્માસ કર્યું. એકે સાપના રાફડા પાસે રહીને ચાતુર્માસ કર્યું, એક મુનિએ કૂવા કાંઠે ચાતુર્માસ કર્યું. આ બધા મુનિરાજો ચાતુર્માસ હેમખેમ પાર કરી ગુરુમહારાજ પાસે આવ્યા ત્યારે ગુરુમહારાજે બધાને દુષ્કર' કહીને ધન્યવાદ આપ્યા પરંતુ સ્થૂલિભદ્રજીને “દુષ્કર દુષ્કર' કહીને મહાધન્યવાદ આપ્યા.
સિંહ ગુફાવાસી મુનિને આમાં પક્ષપાત લાગ્યો. ઈમ્પ્રભાવથી પ્રેરાઈને તેમણે કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કર્યું પરંતુ ચલિત થઈ ગયા. આખરે વેશ્યાએ તેમને ઠેકાણે લાવી દીધા. ગુરુ મહારાજ પાસે આવી પોતાના અપરાધની અંતઃકરણપૂર્વક ક્ષમા યાચી.
- સ્થૂલિભદ્રજી વેશ્યાના પૂર્વ પરિચિત અને પૂર્વપ્રેમી હોવા છતાં બ્રહ્મચર્યમાં અડગ રહ્યા તેથી તેમનું નામ અમર બની ગયું. ધન્ય છે આવા મહાબ્રહ્મચારી મહાત્માને. આ તેમની જીવન કથા ખૂબ જ પ્રસિદ્ધ છે.
એકદા શ્રી સ્કૂલિભદ્રજીને વિચાર ઉદ્ભવ્યો કે શાસન હિતાર્થે આગમ સાહિત્યનું લખાણ કરવાની આવશ્યકતા આવી પહોંચી છે. પોતાની પાસે જે પૂર્વધર મુનિઓ હતા તે બધાને એકત્ર કરી પોતાને ઉદ્ભવેલા વિચારો કહ્યા. બધા મુનિઓને આ વાત રુચિ. તે સર્વે પૂર્વધરોએ શ્રી સ્થૂલિભદ્રજીની આગેવાની નીચે ૮૪ આગમો લખી સુવ્યવસ્થિત સ્થાને રખાવ્યા. ૪૫ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી, સર્વ આયુષ્ય ૯૯ વર્ષનું પૂર્ણ કરી વીર સંવત ર૧પમાં સ્વર્ગવાસ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org