________________
આ છે અણગાર અમારા
४७ લાગ્યો કે જો ભદ્રવાહુસ્વામી અહીં હોત તો જરૂર શાંતિ થાત. તેઓશ્રીને તેડી લાવવાનો નિર્ણય કર્યો.
ઘણા શ્રાવકો તેમની પાસે આવી વિનંતી કરી ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે તમારે ત્યાં મુનિઓનો નિર્વાહ થઈ શકે તેમ નથી તેથી હું આવી શકું તેમ નથી. વળી મહાપ્રાણ ધ્યાનનો પ્રારંભ કર્યો છે. બાર વર્ષના દુષ્કાળ પછી ચૌદ પૂર્વનું જ્ઞાન વિચ્છેદ જશે. સમજદાર શ્રાવકો સમજી ગયા. ગુરુદેવ! આપની પાસે રહેલ અમૂલ્ય જ્ઞાનનો ખજાનો કોઈ મુમુક્ષુને મળવો જોઈએ. આ વાત સાંભળી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે કોઈ સરળ પ્રજ્ઞાવંત સાધુ અહીં આવે તો હું જ્ઞાનનો વારસો તેને આપી શકું.
તે શ્રાવકો સ્વદેશમાં પાછા આવ્યા પછી પુનઃચતુર્વિધ સંઘ ભેગો કરી ભદ્રબાહુસ્વામીએ કહેલી સર્વ વાત કહી સંભળાવી. આ સાંભળી સ્થૂલિભદ્ર સ્વામી આદિ પાંચ મુનિવરો ત્યાં જવા માટે તૈયાર થયા. ત્યાં ગયા પછી જ્ઞાનની ભિક્ષા માગી. વિગયનો ત્યાગ કરી જ્ઞાન સંપાદનના કાર્યમાં લાગી ગયા. અભ્યાસ કરતાં કરતાં ચાર મુનિવરો તો કંટાળી ગયા. એક સ્થૂલિભદ્રજીએ અલ્પ સમયમાં ૧૦ પૂર્વનું જ્ઞાન મેળવી લીધું.
સ્થૂલિભદ્રજીનાં સંસારી સાત બહેનોએ દીક્ષા લીધી હતી. એકદા તે સાતે સાધ્વીજીઓ ભદ્રબાહુ સ્વામી તથા ધૂલિભદ્રજી વગેરે મુનિરાજોને વાંદવા માટે આવ્યાં. પહેલા ભદ્રબાહુસ્વામીને વંદન કર્યા પછી પૂછયું કે સ્થૂલિભદ્રજી ક્યાં બિરાજે છે? ભદ્રબાહુસ્વામીએ બાજુનો રૂમ બતાવ્યો. સ્થૂલિભદ્રજીને ખબર પડી ગઈ કે મારી બહેનો વંદન કરવા માટે આવી છે તો લાવને જરા બતાવું કે એમના ભાઈ કેટલા આગળ વધી ગયા છે. વિદ્યાબળથી તેમણે સિંહનું રૂપ બનાવ્યું, સાતે સાધ્વીજી સિંહને જોઈ ડરી ગયાં અને તરત જ ભદ્રબાહુ સ્વામી પાસે આવીને વાત કરી. ગુરુદેવ ! અમારા ભાઈ મહારાજને સિંહ ખાઈ ગયો લાગે છે. - ભદ્રબાહુ સ્વામી સમજી ગયા કે સ્થૂલિભદ્રજીને જ્ઞાનનું અજીર્ણ થયું લાગે છે. આ કાળ જ એવો વિષમ છે કે હવે જ્ઞાનનો વિચ્છેદ થઈ જશે. ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાનનું અજીર્ણ અહંકાર. અહંકાર આવે એટલે જ્ઞાનપ્રાપ્તિ ન થાય.
બીજે દિવસે સ્થૂલિભદ્રજીએ વાચના આપવા માટે વિનંતી કરી પરંતુ ભદ્રબાહુવામીએ કહ્યું કે, “હવે તમે વિદ્યા ગ્રહણ કરવાને લાયક નથી. ભૂલની પુનઃ પુનઃ ક્ષમા યાચી પરંતુ ભદ્રબાહુસ્વામી એક ના બે ન થયા.' શ્રાવકોએ ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે બાકીના ચાર પૂર્વની વાચના આપી પણ અર્થ કે રહસ્ય સમજાવ્યા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org