________________
આ છે અણગાર અમારા
૪૫
આયુષ્ય અલ્પ લાગ્યું તેથી તેમણે વિચાર કર્યો કે મારા પછી કોઈ લાયક પુરુષ આચાર્ય પદવી પર આવે તો શાસનની શોભા વધે. શ્રુતજ્ઞાનથી જોતાં જૈન સંઘમાં કોઈ યોગ્ય પુરુષ ન મળ્યો. યોગબળથી જાણ્યું કે અગ્નિહોત્રી શય્યભવ જો દીક્ષા લે તો તે આચાર્યપદને શોભાવી શકશે. તુરત તેની પાસે આવી ભાવયજ્ઞનું આબેહૂબ સ્વરૂપ સમજાવી પ્રતિબોધ પમાડ્યો. ૨૮ વર્ષ તેઓ સંસારાવસ્થામાં રહ્યા. ગુરુદેવના સાન્નિધ્યમાં રહી ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું અને ૨૩ વર્ષ આચાર્ય પદે રહ્યા.
જ્યારે શય્યભવસ્વામીએ દીક્ષા લીધી ત્યારે તેમની પત્ની સગર્ભા હતી. પાછળથી પુત્રનો જન્મ થયો. તેનું નામ મનક રાખવામાં આવ્યું. પુત્ર આઠ વર્ષનો થયો ત્યારે તેણે એની માતાને પૂછ્યું, “મારા પિતા ક્યાં છે ?” માતાએ જવાબ આપ્યો કે, “તારા પિતાએ તો તારા જન્મ પહેલાં જ દીક્ષા લીધી છે”, આ સાંભળી માતાની રજા લઈને પિતાને જોવા માટે મનક ચંપાનગરીમાં આવ્યો. રસ્તામાં જ શસ્થંભવાચાર્ય મળ્યા. વાતચીત કરતાં બન્નેની ઓળખાણ થઈ. પૂર્વ સંસ્કારના સુયોગે આવા સર્વોચ્ચ સાધુ જીવન ઉપર મનકને ખૂબ પ્રેમ થયો. તેણે પિતા મુનિરાજ પાસે દીક્ષા લીધી.
શસ્થંભવાચાર્યે જ્ઞાનબળથી નવદીક્ષિત મનક મુનિનું આયુષ્ય જોયું તો તેમને ખ્યાલ આવ્યો કે મનકનું આયુષ્ય માત્ર છ માસનું જ બાકી છે. માટે એટલા વખતમાં એને સંક્ષેપમાં સૂત્રજ્ઞાન આપી આત્માનુભવ કરાવવો જેથી એનો ઉદ્ધાર થાય. તેમણે ચૌદ પૂર્વમાંથી ઉદ્ધૃત કરી દશવૈકાલિક સૂત્રની રચના કરી. વિકાલથી નિવૃત્ત તે વિકાલિક અને તેમાં દશ અધ્યયનો છે તેથી “દશવૈકાલિક” ત્યારથી નવદીક્ષિત મુનિરાજને પહેલા દશવૈકાલિક સૂત્ર શીખવવાની પ્રથા શરૂ થઈ. તેનાથી આગળ, પહેલાં આચારાંગ સૂત્ર શીખવવામાં આવતું. તે જરા કઠિન છે.
મનક મુનિએ દશે અધ્યયનો કંઠસ્થ કરી, સારી રીતે સંયમ પાળી છ માસમાં પોતાનું કામ કરી સમાધિભાવે સ્વર્ગે સિધાવ્યા.
શષ્યભવાચાર્ય ૫૨ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સં. ૯૮માં કાળધર્મ પામ્યા. ઓસવાળ તથા શ્રીમાળીઓની ઉત્પત્તિ
મહાવીરસ્વામીના નિર્વાણ પછી સિત્તેર વર્ષ બાદ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં છઠ્ઠીપાટે શ્રી રત્નપ્રભ નામે આચાર્ય થયા. તેમણે ‘ઓસિયા’ નગરીમાં ક્ષત્રિય જાતિને પ્રતિબોધ પમાડી શ્રાવકો બનાવ્યા ત્યારે ઓસવાળોની સ્થાપના થઈ અને શ્રીમાળ નગરમાં શ્રીમાળીઓની સ્થાપના થઈ. આ હકીકત શ્રી જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org