________________
૪૩
આ છે અણગાર અમારા તરીકે બિરાજયા. ૮ વર્ષ કેવળીપર્યાયનું પાલન કરી કુલ્લ ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સં. ૨૦માં તેઓ મોક્ષે પધાર્યા.
પાટ-૨ જંબુસ્વામી (વીર સં. ૧૨) | સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામીનો જન્મ રાજગૃહી નગરીમાં ઋષભદાસ શેઠને ત્યાં ધારિણી માતાની કુક્ષિએ થયો હતો. માતાને આવેલા સ્વપ્નાનુસાર જંબુકુમાર નામ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી યુવાવસ્થા પ્રાપ્ત થતાં સુધીમાં તેમણે સર્વપ્રકારની વ્યવહારિક વિદ્યા પ્રાપ્ત કરી લીધી હતી.
એકદા સુધર્માસ્વામી શિષ્ય પરિવાર સહિત રાજગૃહી નગરમાં પધાર્યા. તેમની વાણી સાંભળી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. માતાપિતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યા. તે જ રાતે આઠે પત્નીઓને પ્રતિબોધ પમાડ્યો. ચોરી કરવા માટે આવેલ પ્રભવાદિ ૫૦૦ ચોરોને પ્રતિબોધ્યા. પ્રાતઃકાળે સૌના આશ્ચર્ય વચ્ચે જંબુકુમાર, તેમનાં માતાપિતા, આઠ પત્નીઓ તથા તેઓના માતાપિતા અને પ્રભવાદિ ૫૦૦ ચોરો એમ કુલ્લ પર૭ મહાન આત્માઓએ શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી.
જંબુસ્વામી ૧૬ વર્ષ ગૃહવાસમાં રહ્યા. ૧૨ વર્ષ ગુરુભક્તિ કરી. જ્ઞાન સંપાદન કર્યું. ૮ વર્ષ આચાર્યપદ પર રહ્યા. ત્યાર બાદ કેવળજ્ઞાન થયું. ૪૪ વર્ષ કેવલ પ્રવ્રજ્યા પાળી ૮૦ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી વીર સંવત ૬૪માં મોક્ષ પધાર્યા.
ચોથા આરાનો જન્મેલો હોય તે પાંચમા આરામાં મોક્ષે જાય પરંતુ પાંચમા આરાનો જન્મેલો પાંચમા આરામાં મોક્ષે જાય નહિ. ગૌતમસ્વામી, સુધર્માસ્વામી તથા જંબુસ્વામી ચોથા આરાના જન્મેલા હતા પરંતુ પાંચમા આરામાં મોક્ષે ગયા.
શ્રી જંબુ સ્વામીના નિર્વાણ પછી દશ બોલ વિચ્છેદ ગયા. (૧) પરમ અવધિ જ્ઞાન (૨) મન:પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન (૪) પુલાક લબ્ધિ (૫) આહારક શરીર (૬) લાયક સમકિત અથવા મતાંતરે ક્ષપક શ્રેણિ (૭) જિનકલ્પી સાધુ (૮) પરિહાર વિશુદ્ધ ચારિત્ર (૯) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર (૧૦) યથાખ્યાત ચારિત્ર..
પાટ-૩ શ્રી પ્રભવસ્વામી (વીર સં. ૨૦) જંબુસ્વામીના શિષ્ય પ્રભવસ્વામીનો જન્મ વિંધ્યાચલ પર્વતની તળેટીમાં જયપુર નામના નગરમાં, કાત્યાયન ગોત્રી જયસેન રાજાને ત્યાં થયો હતો. તેમનું નામ પ્રભાવ પાડવામાં આવ્યું. તેના નાના ભાઈનું નામ વિનયધર કુમાર હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org