________________
૪૨.
પટ્ટાવલિ
વિભાગ - ૨ 'ભગવાન શ્રી મહાવીરસ્વામી પછીના ૨000 વર્ષમાં થઈ ગયેલા પ્રભાવશાળી
પટ્ટધરો
૧ પટ્ટાવલિ અનાદિ કાળથી આ સંસાર છે, તેમાં જૈનધર્મ પણ અનાદિ છે. અત્યાર સુધીમાં અનંત તીર્થકરો થઈ ગયા. અનંતા ભવ્યાત્માઓ મોક્ષે ગયા છે. ગત ચોવીસીના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરસ્વામી થયા. તેમના ૧૧ ગણધર થયા. તેમના વ્યવસ્થા પૂરતા નવ ગચ્છ કહેવાતા. પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીથી આ પટ્ટાવલી શરૂ થાય છે.
આ અવસર્પિણી કાળના ચોથા આરાના ૩ વર્ષ અને ૮ મહિના બાકી રહ્યા ત્યારે શ્રી મહાવીરસ્વામી મોક્ષે પધાર્યા. તે જ પ્રભાતે ભગવાનના પ્રથમ ગણધર (ઈન્દ્રભૂતિ) ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. નવ ગણધરો તો પ્રભુની હયાતિમાં જ રાજગૃહી નગરીમાં મોક્ષે પધાર્યા હતા. તેથી પાંચમાં ગણધર શ્રી સુધર્માસ્વામી પાટે આરૂઢ થયા. કેવળજ્ઞાની પાટારૂઢ થઈ શકે નહિ એવો નિયમ હોવાથી જ સુધર્માસ્વામી, ભગવાન મહાવીર પછી પહેલા પટ્ટધર બન્યા.
'પાટ-૧ સુધર્મા સ્વામી (વીર સં. ૧) પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીનો જન્મ કોલાગાસન્નિવેશમાં ધમ્મિલ બ્રાહ્મણને ત્યાં થયો હતો. પોતાની અનિચ્છા હોવા છતાં માતાપિતાએ તેમનો વિવાહ કરાવ્યો. ઉદાસીનભાવે સંસાર ચલાવતાં તેમને એક પુત્રી થઈ. તેઓ ચાર વેદ, શ્રુતિ, સ્મૃતિ વગેરેમાં સંપૂર્ણ પારંગત થયા. સંન્યાસપણું સ્વીકાર્યું. ૫૦ વર્ષની ઉંમરે ભગવાન મહાવીરસ્વામીનો સમાગમ થયો. શંકાનું સમાધાન થયું અને ભગવાન પાસે દીક્ષા લીધી. તેઓશ્રી ભગવાનના પાંચમા ગણધર બન્યા. પ૦ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ તથા સંન્યાસાશ્રમનું પાલન કર્યું. દીક્ષિત થયા પછી ૩૦ વર્ષ છબસ્થ અવસ્થામાં ગાળ્યા. ૧૨ વર્ષ આચાર્યપદવી ભોગવી અર્થાત્ પટ્ટધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org