________________
-
૪૬
પટ્ટાવલિ ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી બહાર પડેલ “જૈન ઈતિહાસ' નામના ગ્રન્થમાંથી મળી આવે છે.
'પાટ-૫ શ્રી યશોભદ્રસ્વામી (વીર સં. ૯૮)
શ્રી યશોભદ્રસ્વામી કાત્યાયન ગોત્રી બ્રાહ્મણ હતા. ૨૨ વર્ષ ગૃહવાસમાં રહ્યા પછી શય્યભવાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. ર૪ વર્ષ ગુરુસેવામાં રહી ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ આચાર્ય પદે બિરાજયા. ૫૦ વર્ષ સુધી આચાર્ય પદવી ભગોવી કુલ્લ ૯૬ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૧૪૮માં તેઓ સ્વર્ગવાસ પામ્યા.
'પાટ-૬ શ્રી સંભૂતિવિજયસ્વામી (વીર સં. ૧૪૮)
શ્રી સંભૂતિવિજયસ્વામી માઢરગોત્રી હતા. ૪૨ વર્ષ સંસારાવસ્થામાં રહી યશોભદ્રસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. ૪૦ વર્ષ સુધી ગુરુના વિનય વૈયાવચ્ચ કરી ચૌદ પૂર્વનું જ્ઞાન સંપાદન કર્યું. શુદ્ધ સંયમ પાળતા અને પળાવતા તથા સુવ્યવસ્થિત રીતે ગચ્છનું નેતૃત્વ કરતા. ૮ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી ૯૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વીર સં. ૧૫૬માં સ્વર્ગવાસ પામ્યા.
પાટ-૭ શ્રી ભદ્રબાહુસ્વામી (વીર સં. ૧૫૬)પંચમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી મૌર્યવંશી મહારાજ ચન્દ્રગુપ્તના સમયમાં થયા હતા. એકદા પાટલીપુત્રમાં કારતક સુદિ પૂનમના દિવસે ચન્દ્રગુપ્ત રાજાએ પૌષધ કર્યો હતો. રાત્રિના પાછલા પ્રહરમાં તેમણે ૧૬ સ્વપ્ન જોયાં. તેમાં એક સ્વપ્ન એવું હતું કે તેમાં બાર ફણાવાળો નાગ જોયો. ભદ્રબાહુસ્વામી પાસે સ્વપ્ન ફળ પૂછયું. ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું કે ઉત્તર ભારતમાં ૧૨ વર્ષનો દુષ્કાળ પડશે.
એક વખત ભદ્રબાહુસ્વામી આહાર માટે કોઈ ગૃહસ્થના ઘરે ગયા. એક બાળક ખૂબ જોરથી રડી રહ્યું હતું છતાં કોઈ ઉત્તર આપતું ન હતું તેથી ભદ્રબાહુ સ્વામીને ખ્યાલ આવી ગયો કે ૧૨ વર્ષના દુષ્કાળનો પ્રારંભ થઈ ગયો છે. ચન્દ્રગુપ્ત રાજા પણ વૈરાગ્ય પામી ભદ્રબાહુ સ્વામી પાસે દીક્ષા લીધી.
મુનિધર્મનું પાલન કરવું કઠિન બનશે એવું જાણી ભદ્રબાહુસ્વામી ઘણા મુનિઓને લઈ દક્ષિણ ભારત તરફ વિહાર કર્યો. મગધમાં મોટો દુષ્કાળ પડ્યો. ચારેબાજુ હાહાકાર વર્તાવા લાગ્યો. ચતુર્વિધ સંઘ ભેગો મળી પરસ્પર વિચાર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org