________________
४८
પટ્ટાવલિ
શ્રી ભદ્રબાહુ સ્વામી વિશે બીજી પણ એક દંતકથા પ્રચલિત છે કે તેમના મોટા ભાઈ વરાહમિહિરે પણ દીક્ષા લીધી હતી પરંતુ આચાર્યપદવી ભદ્રબાહુ સ્વામીને અપાતાં વરાહમિહિર નારાજ થઈ દીક્ષા છોડી સંન્યાસી બની ગયા અને અષ્ટાંગ નિમિત્ત વગેરે દ્વારા આજીવિકા રળવા લાગ્યા. ભદ્રબાહુસ્વામી તથા જૈન સંઘ તરફ ભારે દ્વેષ રાખવા લાગ્યા.
એકદા નંદ રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. રાજાએ વરાહમિહિર પાસે પુત્રની જન્મપત્રિકા બનાવડાવી. તેમાં પુત્રનું આયુષ્ય બહુ લાંબું બતાવ્યું હતું. પછી રાજાએ ભદ્રબાહુસ્વામીને પૂછતાં તેમણે કહ્યું કે આજથી સાતમા દિવસે બાળકનું બિલાડીના નિમિત્તે મૃત્યુ થશે.
રાજાએ આખા નગરમાંથી બિલાડીઓને કાઢી મૂકવાનો આદેશ આપ્યો કે એક પણ બિલાડી રહે નહિ. સાતમા દિવસે બાળકને બારણામાં સૂવડાવ્યો હતો ત્યાં અચાનક ઉપરથી લોખંડનો ટુકડો બાળક ઉપર પડ્યો અને બાળકનું મૃત્યુ થયું. રાજાને થયું કે ભદ્રબાહ સ્વામીની વાત સાચી પડી, પરંતુ બિલાડીથી ક્યાં મોત થયું. ઊંડી તપાસ કરતાં ખબર પડી કે તે લોખંડની બનાવેલી બિલાડી હતી. ભદ્રબાહુસ્વામીની વાત અક્ષરશઃ સાચી પડી તેથી વરાહમિહિરનું અપમાન થયું. અંતે દુર્ગાનથી મૃત્યુ પામી વ્યંતર દેવ થયો.
દેવે પૂર્વના વેરના કારણે રોગચાળો વગેરે ફેલાવી લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા. સંધે ભદ્રબાહુસ્વામીને આનું નિવારણ કેવી રીતે થાય તે પૂછયું ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામીએ “ઉવસગ્ગહર” સ્તોત્રની રચના કરી. તેમાં સાત ગાથાઓ હતી. એ બોલે એટલે દેવ હાજર થાય. ઉપસર્ગનું નિવારણ થઈ ગયું પરંતુ એ સ્તોત્રના લોકો ગેરલાભ ઉઠાવવા લાગ્યા ત્યારે તે દેવે આવીને ભદ્રબાહુસ્વામીને વાત કરી કે લોકો કચરો ઉપડાવવા જેવાં નકામાં કાર્યો બતાવી મને હેરાન કરે છે ત્યારે ભદ્રબાહુસ્વામીએ તેમાં ચમત્કારિક બે ગાથાઓ કાઢી લીધી. પાંચ ગાથાઓ રહેવા દીધી. તેનો અદશ્ય પ્રભાવ અત્યારે પણ પડે છે.
ભદ્રબાહુસ્વામી ૪૫ વર્ષ સુધી ગૃહાવસ્થામાં રહ્યા. ૧૭ વર્ષ સુધી જ્ઞાન સંપાદન કરી ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. તેઓશ્રી છેલ્લા શ્રુતકેવળી હતા. હાલના છેદ સૂત્રો, કલ્પ સૂત્ર, ભદ્રબાહુ સંહિતા વગેરે અનેક ગ્રન્થોની તેમણે રચના કરેલી છે. ચૌદ વર્ષ સુધી આચાર્યપદે રહી વીર સંવત ૧૭૦માં કાળધર્મ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org