________________
પ૦
પટ્ટાવલિ શ્રી યૂલિભદ્રજીસ્વામીના પછીથી છેલ્લા ચાર પૂર્વ તથા પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાન વિચ્છેદ ગયા. તત્ત્વ કેવળીગમ્ય.
'પાટ-૯ શ્રી મહાગિરિજીસ્વામી (વીર સં. ૨૧૫)
આર્ય મહાગિરિસ્વામી ૩૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા પછી દીક્ષા ગ્રહણ કરી ૪૦ વર્ષ સુધી ગુરુસેવામાં રહી બહુશ્રુત થયા. ૩૦ વર્ષ આચાર્ય પદવી ભોગવી કુલ્લ ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૨૪૫માં સ્વર્ગવાસ પામ્યા.
પાટ-૧૦ શ્રી આર્યસહસ્તીસ્વામી (વીર સં. ૨૪૫) શ્રી આર્યસુહસ્તીસ્વામી વસિષ્ઠ ગોત્રી હતા. ૩૦ વર્ષના ગૃહવાસ પછી દીક્ષા ગ્રહણ કરી હતી. ૨૪ વર્ષ સુધી ગુરુદેવની સેવાભક્તિ કરી તેથી ગુરુદેવે તેમને આગમોનું રહસ્ય સમજાવ્યું અને બહુસૂત્રી બનાવ્યા. ત્યાર પછી તેમને આચાર્ય પદવી આપવામાં આવી.
તેઓશ્રી શિષ્ય પરિવાર સાથે એક વખત વિચરતા ઉજ્જયિની નગરીમાં પધાર્યા અને ત્યાં ભદ્રા નામની એક શેઠાણીની વાહનશાળામાં ઊતર્યા. તે ભદ્રા શેઠાણીને અવંતી સુકુમાર નામનો એક તેજસ્વી પુત્ર હતો. તે બત્રીસ કન્યાઓ પરણ્યો હતો અને અપાર સુખસમૃદ્ધિ વચ્ચે જીવન વિતાવતો હતો.
એક વખત સંધ્યા સમય થઈ ગયા પછી આર્ય સુહસ્તી મહારાજ “નલિની ગુલ્મ” નામના અધ્યનનો પાઠ કરતા હતા. તે પાઠ અવંતી સુકુમારે સાંભળ્યો: પૂર્વનો સંસ્કારી જીવ હોવાથી તે પાઠના શબ્દો કર્મેન્દ્રિયમાં પ્રવેશતાં તેની વિસ્મયતા વધતી ચાલી. મનન કરતાં તેને સ્મરણ થઈ આવ્યું કે અહો ! આવું સુખ મેં પૂર્વકાળે જોયું છે. એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેના પ્રભાવે તેને પૂર્વ નલિની ગુલ્મ નામના વિમાનમાં અનુભવેલું સુખ યાદ આવ્યું. તે જ સુખ પુનઃ મેળવવાની તેને ઉત્કટ અભિલાષા થઈ. તરત જ તે પોતાના મહેલમાંથી નીચે ઊતરી આચાર્ય મહારાજ પાસે આવ્યો અને વંદન કરી બોલ્યો, પ્રભુ ! આપ જે અધ્યયનનો પાઠ કરતા હતા તે નલિની ગુલ્મ વિમાનનું સુખ મેં પૂર્વભવમાં અનુભવેલું છે, હે કૃપાળુ ! ફરીને તે સુખો મેળવવાની ઈચ્છા થઈ છે તેથી મારે આપની પાસે દીક્ષા લેવી છે. આચાર્ય મહારાજ કહે, નહિં રેવીનુપ્રિયા ! મ પરિવંઘ દ! જેમ સુખ ઊપજે તેમ કરો, ધર્મના કામમાં ઢીલ કરો નહિ.
અવંતી સુકુમાર ઘરે આવ્યા અને દીક્ષા માટે માતાની અનુજ્ઞા માગી. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org