________________
થવા માટે, : સજનવા - કોણ સમર્થ બને ? એ કામ કોણ કરી શકે ? આત્માને વિના - પોતાની જાત સિવાય ? સ્વ-પ્રયત્ન વિના ? પોતાના પરિશ્રમ-પુરુષાર્થ વિના? જાત-મહેનત વગર? વન્ય - યુગ, વોટિ-શૌં: સો કરોડ, કરોડો યુગો સુધી પણ (પિ) ? (૫૭)
અનુવાદ – અવિદ્યા, કામનાઓ અને કર્મો વગેરેના પાશનાં બંધનમાંથી છૂટવા માટે, કરોડો યુગો સુધી પણ, પોતાની જાત વિના, કોણ શક્ત બને? (૫૭)
ટિપ્પણ:- એક ને એક વાત ફરી ફરીને કહેવી, કહ્યા કરવી, એને સાહિત્યવિવેચકો, ‘પુનરુક્તિ'-દોષ ગણે છે, એટલું જ નહીં પણ આપણા વાસ્તવિક જીવનવ્યવહારમાં પણ આવી પ્રક્રિયા કંટાળાજનક બને. સાહિત્યમાં અને રોજિંદા વ્યવહારમાં એ ભલે દોષ હોય, અધ્યયન-અધ્યાપનમાં તો આવી પ્રક્રિયા એક ખૂબ ઉપયોગી ‘લસ-પોઇન્ટ' જ ગણાય : એક ને એક વિચાર કે મુદ્દાનું અનેક વાર રટણ થાય, તેથી એ વિચાર કે મુદ્દો એ સાંભળનારનાં મગજમાં બરાબર ઊતરી જાય, યાદ રહી જાય અને એ એવો સજ્જડ રીતે યાદ રહી જાય કે ક્યારેય - કદીય ભૂલાય નહીં ! આને “પિષ્ટપેષણ'-ન્યાય કહેવાય છે. ખાંડેલાં-દળેલાંને ફરી ફરીને ખાંડવું-દળવું તે; - આ “દળણું” એવું ઝીણું થાય કે એમાં ક્યાંય એક નાની ઝીણી કાંકરી પણ ન રહે ! લોટ આવો ઝીણો-બારીક હોય, તેમાંથી બનાવેલી વાનગી ખાવામાં મજા પડે !
જ્ઞાનનું, - અને ખાસ કરીને, - અધ્યાત્મજ્ઞાનનું પણ આવું જ છે. આચાર્યશ્રી શિક્ષણશાસ્ત્રના આવા જ નિષ્ણાત (Exper) તજ્જ્ઞ (Connoisseur) છે. સામે ઊભેલા શિષ્યને વેદાન્ત-વિદ્યાના સિદ્ધાન્તો સમજાવવા માટે, તેઓશ્રી, પુનરાવર્તનની (સાહિત્ય)દોષ હોરીને પણ, અહીં, આવું જ કરી રહ્યા છે !
Long and short of it, તેઓશ્રી શિષ્યનાં માનસ પર એક જ સત્યને ઘુંટી-ઘૂંટાવી રહ્યા છે કે, “વત્સ ! અહીં તો “જાતમહેનત જ ઝિંદાબાદ' છે. યાદ રાખ, બેટા ! આ ગીતાવચન : ૩ લાભનાત્માનમ્ |
શ્લોકનો છંદ : અનુષુપ (૫૭)
૫૮ न योगेन न सांरव्येन कर्मणा नो न विद्यया ।
ब्रह्मात्मैकबोधेन मोक्षः सिद्ध्यति नान्यथा ॥ ५८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ન યોગેન ન સાંબેન કર્મણા નો ન વિદ્યયા. બ્રહ્માત્મકબોધેન મોક્ષઃ સિયતિ નાન્યથા . ૫૮ // -
શ્લોકનો ગદ્ય અન્વય :- યોન, સક્સેન, નો (ન+૩) વર્મા, ના विद्यया मोक्षः सिद्ध्यति । (सः मोक्षः तु) ब्रह्मात्मैकबोधेन (एव) सिद्ध्यति, ગાથા ર (સિદ્ધયંતિ) || ૧૮ |
૧૨૬ | વિવેકચૂડામણિ