________________
અનુવાદ :
જે નિર્ગુણ, નિરવયવ, સૂક્ષ્મ, નિર્વિકલ્પ અને નિષ્કલંક છે તે, બ્રહ્મ, એક અને અદ્વિતીય જ છે, અને એમાં કશું “નાનાત્વ નથી. (૪૯). ટિપ્પણ :
જગતમાં જેને “ગુણો' (Qualities, Properties) હોય છે, તે “સાન્ત” (સ + અંત) અને વિનાશશીલ હોય છે; પરંતુ બ્રહ્મ તો અનંત છે, એટલે એને કશા “ગુણો હોઈ શકે જ નહીં.
જે પોતે “એક અને અદ્વિતીય (રું પર્વ અયો છે, જેના માટે કોઈ દ્વિતીય (બીજું, અન્ય) જ નથી, એને વળી વિભાગો અને અવયવો (તા) ક્યાંથી હોઈ શકે ? એ તો સદા-સર્વદા નિષ્કલ' જ હોય. બ્રહ્મ “સૂક્ષ્મ' એટલા માટે છે કે તે સર્વવ્યાપક છે, (All-pervading, Omni-present) સર્વવ્યાપવવત્ |
બ્રહ્મનું સ્વરૂપ “નિર્વિકલ્પ છે, કારણ કે તે સર્વ વિચારો-વિકલ્પો અને મનબુદ્ધિનાં સમગ્ર તંત્રને અતિક્રમી(Transcend)ને એનાથી “પર' બની ગયું છે.
અને જ્યાં કશી વાસનાઓ રહી જ નથી, ત્યાં કશાં મળ-મેલ કે અશુદ્ધિને તો સ્થાન જ કેવી રીતે હોઈ શકે ? - એ તો સદા-સર્વદા નિર્મળ અને નિરંજન !
આવાં બ્રહ્મને તો સ્વાનુભૂતિ વડે જ પામી શકાય : વાણી અને મન તો એની પાસે સંપૂર્ણરીતે નિર્બળ અને નિરર્થક ! -
वाचा वक्तुं अशक्यमेव मनसा मन्तुम् । શ્લોકનો છંદઃ અનુરુપ (૪૬૯)
૪૦૦ अनिरूप्यस्वरूपं यन्मनोवाचामगोचरम् ।
एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४७०॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અનિરૂપ્યસ્વરૂપ યન્મનોવાયામગોચરમ્ |
એકમેવાલય બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન I૪૭૦ શ્લોકનો ગદ્ય અન્વય :
यद् अनिरूप्य-स्वरूपं मनोवाचां अगोचरं (च अस्ति, तद्) ब्रह्म एकं एव अद्वयं, इह किंचन नाना न अस्ति ॥४७०॥
૯૨૬ | વિવેકચૂડામણિ