Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 1166
________________ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : નિરન્તરું નિવેવાર વિવવાર (વિ + વર એટલે વિચરણપરિભ્રમણ કરવું, ફરતાં રહેવું, – એ ધાતુનું પરોક્ષ ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) - પરિભ્રમણ કરતા રહ્યા, વિચરણ કરવા લાગ્યા. નિરન્તરમ્ ! અટક્યા વિના, સતત, અવિરત, અનવરત. આ રીતે, શિષ્યને, પુત્રવત્, વાત્સલ્યભાવે, ઉપદેશ આપ્યા પછી, ગુરુદેવ પોતે કેવા હતા? - સતા માનસિન્ધી નિર્મનમાનસ: | આનંદના મહાસાગરમાં જેમનું મન હંમેશાં ડૂબેલું રહે છે તેવા : “સત્-ચિ-આનંદ” – એ સ્વરૂપમાં જ રહીને એ જ દિવ્ય આનંદના મહાસાગરમાં પોતાનાં માનસને હંમેશાં નિમગ્ન રાખનાર એવા આ ગુરુ. કૃતકૃત્ય થઈને શિષ્ય ભલે ત્યાંથી વિદાય થયો; પરંતુ તેમણે તો, સર્વા વસુધાં પવિયન | સમગ્ર પૃથ્વીને એ જ રીતે પવિત્ર કરવાનું ચાલુ જ રાખ્યું : પવયન (પૂ એટલે પવિત્ર થવું, - એ ધાતુનું પ્રેરક વર્તમાન કૃદંત પુલિંગ પ્રથમા એકવચનનું રૂ૫) પાવન કરતાં કરતાં, પવિત્ર કરતાં રહીને. (૫૭૮). અનુવાદ : - સદા આનંદ-સાગરમાં જેનું મન ડૂબેલું રહે છે, એવા (આ) ગુરુ (પણ) સમગ્ર વસુંધરાને પવિત્ર કરતાં કરતાં, નિરંતર પરિભ્રમણ કરતા રહ્યા. (પ૭૮). ટિપ્પણ: શિષ્ય પોતાની પાસેથી વિદાય લીધી, ત્યારપછી, સરને હવે ત્યાં, તે જ સ્થળે, વધુ સમય રોકાવાનું કોઈ કારણ હોતું. આમેય, “સાધુ તો ચલતા ભલા !” - એ ન્યાયે પણ, પરિભ્રમણ કરવું, સતત કરતાં રહેવું, એ તો આવા પરમજ્ઞાનીનું જીવનવ્રત હોય છે. પરંતુ તેમનું આ પરિભ્રમણ એટલે કંઈ એવી માત્ર શારીરિક અને સ્થૂલ પ્રક્રિયા જ અહીં અભિપ્રેત નથી : પરમતત્ત્વ સાથે તેમણે પોતે તો તાદાભ્ય સિદ્ધ કરેલું જ હોય છે, એટલે આ બાબતમાં જે અનેક મુમુક્ષુ સાધકો હોય, તેમને આત્મજ્ઞાનનો ઉપદેશ આપીને, સંસારનાં બંધનોમાંથી મુક્ત કરવાનું કાર્ય પણ તેઓશ્રી કરતા જ હોય છે. આ રીતે જે-જે મોક્ષાર્થીઓ તેમની સમક્ષ શિષ્યભાવે ઉપસ્થિત થાય, તેમનો ઉદ્ધાર કરવાનું, અને આવું સત્કાર્ય સતત કરતાં રહીને, સમગ્ર વસુધાને પાવન કરવાનું પણ, એમનાં પરિભ્રમણનો એક ભાગ જ હોય છે. અને જે પોતે સચ્ચિદાનંદસ્વરૂપને પામી ચૂક્યા છે, તેમનું તો માત્ર માનસ જ નહીં, આખું યે વ્યક્તિત્વ જ આવા ઈશ્વરીય આનંદના મહાસાગરમાં સતત | વિવેકચૂડામણિ | ૧૧૬૧

Loading...

Page Navigation
1 ... 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182