________________
ચિત્તવાળાઓ;
(૪) શ્રુતિરસિા: । શ્રુતિસાહિત્યના રસિયા, વેદો-ઉપનિષદો વગેરેનાં વચનો પ્રત્યે રસ ધરાવનારાઓ;
આવા મુમુક્ષુ યોગીઓએ, આ ગ્રંથમાં આપવામાં આવેલા હિતકારક ઉપદેશ પ્રત્યે આદરભાવ કેળવવો. (૫૮૦)
અનુવાદ :
વેદાંતશાસ્ત્ર વિહિત કરેલાં કર્માનુષ્ઠાન વડે જેમણે પોતાના સમસ્ત ચિત્તદોષોને નિરસ્ત કર્યા છે, સંસારનાં સુખોથી વિરક્ત થયેલા, પ્રશાંત ચિત્તવાળા અને શ્રુતિ(સાહિત્ય)ના રસિકો, - એવા યત્નશીલ મુમુક્ષુઓએ આ હિતકારક ઉપદેશ પ્રત્યે આદરભાવ કેળવવો. (૫૮૦)
ટિપ્પણ :
હવે ગ્રંથ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે, આચાર્યશ્રી, આ ગ્રંથમાં તેમણે આપેલા ઉપદેશ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે અને એ ઉપદેશ પ્રત્યે કોણે કેવો અભિગમ ધારણ કરવો જોઈએ, એ વિશે પોતાનું અંગત મંતવ્ય અભિવ્યક્ત કરે છે. સૌપ્રથમ વાત તો એ છે કે આ ગ્રંથમાંનો તેમનો ઉપદેશ, નિઃશંક, હિતકારક (હિત રૂમ ઉપવેશમ્) છે. જેમને ઉદ્દેશીને, જેમને પોતાની દૃષ્ટિ સમક્ષ રાખીને, આચાર્યશ્રીએ, આ ઉપદેશ આપ્યો છે, તેઓ સંનિષ્ઠ મુમુક્ષુઓ (મુમુક્ષુન:) છે, એટલું જ નહીં પરંતુ તેઓ પોતાની મોક્ષપ્રાપ્તિરૂપી જીવનધ્યેયવાળી કારકિર્દીને સફળ કરવા માટે સતત અવિશ્રાન્ત યત્ન કરનારા (યતય:) યોગીઓ છે, એવી એમને ખાતરી છે.
એટલે, એક હકીકત તો એ સિદ્ધ થઈ કે ખૂબ વિચારપૂર્વક તેમણે આવા, સંખ્યાની દૃષ્ટિએ ખૂબ થોડા છતાં ગુણવત્તાની દૃષ્ટિએ, અત્યંત પુરુષાર્થશીલ સાધકો માટે જ પોતાનો આ ગ્રંથ તૈયાર કર્યો છે.
પરંતુ આવા પ્રયત્નશીલ અને મુમુક્ષુ એવા સાધકોએ પણ, તેમના માટે હિતકારક એવા આ ઉપદેશનો આદર કરતાં પહેલાં, અથવા એને આદરપૂર્વક સ્વીકારતાં પહેલાં, (આત્રિયન્તામ્ ।), પોતાના વિશે આટલી પૂર્વતૈયારી તો અવશ્ય કરવી જ જોઈએ. નહીંતર એમને ભય છે કે, તેમનાં હિતને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલો આ ઉપદેશ પણ, સાચા અર્થમાં, હિતકારક ન નીવડે :
(૧) પહેલી વાત તો એ કે જેના વિના વેદાંતવિદ્યાની પ્રાપ્તિ થઈ શકતી નથી તે, ‘બહિરંગ સાધનચતુષ્ટય’ (વિવેક, વૈરાગ્ય, ષસંપત્તિ અને મુમુક્ષા) અને ત્રિવિધ ૧૧૬૬ / વિવેકચૂડામણિ