Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 1174
________________ થયો હતો ? તાપ-માનુ-રિળ-પ્રોદ્યૂત । તાવ એટલે ઉષ્ણ, ખુબ ગરમ; માનુ એટલે સૂર્ય. આવાં ઉષ્ણ સૂર્યકિરણો વડે ઉત્પન્ન થયેલો દાહ. પરંતુ આવું બધું ક્યાં બનતું હતું ? સંસાર-મધ્વનિ । અધ્વન એટલે માર્ગ; સંસારના માર્ગમાં. સંસારના માર્ગમાં, આવાં સૂર્યકિરણોના દાહ વડે હેરાન-પરેશાન થઈ ગયેલા, અને ક્યાંક જળ મળશે, એવી ભ્રાંતિથી રણપ્રદેશમાં અહીં-તહીં રખડતા સાધકો. પરંતુ આ તો રણપ્રદેશ ! એમાં વળી જળ કેવું ? પરંતુ ત્યાં જ, આદ્ય શ્રીશંકરાચાર્ય, સામેથી જ, એમની વ્હારે ધાયા ! દાહથી પીડાતા અને પાણીની અપેક્ષાથી રણપ્રદેશમાં અટવાતા પેલા સાધકોની સામે જ ધરી દીધો, અમૃતનો મહાસાગર ! અને આ મહાસાગર પણ જેવો-તેવો, સામાન્ય કક્ષાનો નહીં ! સાક્ષાત્ અદ્વિતીય બ્રહ્મનો ! અને પછી તો મોક્ષ દૂર રહે જ કેવી રીતે ? બસ, શંકરાચાર્યની આવી જ વાણીના જયજયકારની અહીં વાત છે ! (૫૮૧) અનુવાદ : સંસારરૂપી માર્ગમાં, ગરમ સૂર્યકિરણો વડે ઉત્પન્ન થયેલા દાહની પીડાથી ત્રાસી ગયેલા, ભ્રાંતિથી, રણપ્રદેશમાં, જળની આકાંક્ષાથી ભટકી રહેલા (સાધકો માટે) અત્યંત સમીપસ્થ અને સુખદાયી એવા અમૃતસાગરરૂપી અદ્વિતીય બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવતી અને મોક્ષ અપાવનારી આદ્ય શ્રીશંકરાચાર્યની આ વાણીનો નિરંતર જયજયકાર હો ! (૫૮૧) ટિપ્પણ : આ શ્લોક સાથે હવે આ ગ્રંથ સમાપ્ત થાય છે, એટલે પ્રાચીન ભારતીય પ્રણાલિકા અનુસાર, અહીં ગ્રંથ અને ગ્રંથકારની પ્રશસ્તિ કરવામાં આવી છે. અર્વાચીન પદ્ધતિથી પરિચિત એવા સ્વાધ્યાયીને થોડું વિચિત્ર અવશ્ય જણાય કે ‘પ્રશસ્તિ’ તો બરાબર, એમાં કશો વાંધો નહીં, પરંતુ ગ્રંથકાર પોતે જ, પોતાના ગ્રંથની અને પોતાની વાણીની પ્રશસ્તિ કરે ! આ તો આત્મશ્લાઘા જ કહેવાય ! અને આમ કરવું એમાં ઔચિત્ય ખરું ? તદ્દન તટસ્થ રીતે જોતાં, આવું નિરીક્ષણ સાવ સાચું છે, પરંતુ ગ્રંથકાર પોતે, પ્રાચીન અધ્યયન-અધ્યાપન વાતાવરણમાં તૈયાર થયેલા છે, એટલે આ દૃષ્ટિકોણને લક્ષમા રાખીએ ત્યારે, આમાં કશાં અનૌચિત્યની શક્યતા ન જ રહે ! અને ગ્રંથના આ ૫૮૧ શ્લોકોમાં, મોક્ષાર્થી સાધકને, પોતાની જીવનકારકિર્દીના એકમાત્ર ધ્યેય સમા મોક્ષની પ્રાપ્તિનો વિરલ લાભ થાય, એ માટે, તેમણે શું નથી કર્યું ? ‘સસાર' એટલે જ સંસાર ! સંસતિ વૃતિ સંસારઃ । મનુષ્ય જોતો રહે, અને વિવેકચૂડામણિ / ૧૧૬૯

Loading...

Page Navigation
1 ... 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182