Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 1175
________________ પ્રતિક્ષણ હાથમાંથી ‘સરતો’, ‘સરી જતો' રહે, એ જ “સંસાર !” અને એને સરી જતો, અટકાવી ન શકાય, એ જ મનુષ્યની લાચારી, અસહાયતા, નિરુપાયતા (Helplessness) ! અને અહીં સંસારમાં તો સર્વત્ર તાપ, તાપ અને તાપ જ ! આધ્યાત્મિક - આધિદૈવિક - આધિભૌતિક, - એવા ત્રિવિધ તાપ તો ખરા જ ! આ ઉપરાંત, નાના-મોટા અસંખ્ય પ્રકારના તાપોમાં થઈને જ એને તો પ્રતિપળ પસાર થવાનું ! અને આવા તાપના દાહની પીડાને શમાવવા માટે તે, આ સંસારરૂપી રણપ્રદેશમાં અહીં-તહીં ભટકતો-આથડતો હોય, ! એને બિચારાને, પોતાને જ ભાન નથી કે આ તો મરુભૂમિ છે, અહીં વળી જળ કેવું ! અને જે, જળ જેવું લાગે છે, તે તો માત્ર ઝાંઝવાં ! પેલા તાપના દાહની વ્યથાને શમાવવાનું એનું શું ગજું ! બસ, આચાર્યશ્રીની અદ્ભુત વાણીનો ચમત્કાર અને જય-જયકાર અહીં જ જોવા મળે ! પેલા સાધકો બિચારા જળ માટે રખડતા હતા ! એમની સામે, સમક્ષ જ, એમણે તો રજૂ કરી દીધો, જળનો નહીં પરંતુ અમૃતનો જ મહાસાગર ! “જેની શોધમાં તમે ઘાં-ઘાં થઈને પરિભ્રમણ કરતા હતા, તે અદ્વિતીય બ્રહ્મ જ, તમારી સમક્ષ, સમીપસ્થ ! કરો એનો સાક્ષાત્કાર ! અને મોક્ષપ્રાપ્તિ જ તમારું જીવનધ્યેય હતુંને ! આ અદ્વિતીય બ્રહ્મનું દર્શન એટલે જ નિર્વાણ !” આચાર્યશ્રી કહે છે કે “આ ગ્રંથના ૫૮૧ શ્લોકોમાં, મેં, આ જ સિદ્ધ કર્યું છે ! મારી વાણીની આ જ સિદ્ધિ ! આ જ સાર્થકતા !” આપણે પણ કૃતજ્ઞભાવે આચાર્યશ્રીને કહીએ કે “આત્માની અ-મૃત કલા સમી આપની આવી દિવ્ય વાણીનો વિરલ લાભ પામીને, આજે, અમે પણ ધન્ય થયાં છીએ ! અને શાર્દૂલવિક્રીડિત જેવો સુદીર્ઘ છંદ : એની ચાર પંક્તિમાં આપે કેટલું બધું સમાવિષ્ટ કરી લીધું ! સમગ્ર ગ્રંથનો સાર-સર્વસ્વ !” (૫૮૧) इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छंकरभगवतो विरचितो विवेकचूडामणि- ग्रन्थः समाप्तः ॥ આ પ્રમાણે, શ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્ય, શ્રીગોવિન્દભગવાનના શિષ્ય શ્રીમત્ શંકરાચાર્યનો રચેલો “વિવેકચૂડામણિ”-ગ્રંથ સમાપ્ત થયો. ૧૧૭૦ / વિવેચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182