Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 1168
________________ પૂછતો જાય, આચાર્ય, તે પ્રશ્નોના ઉત્તરો આપતા રહે, - એવી પ્રશ્નોત્તરીનાં રૂપમાં, સંવાદનાં રૂપમાં; અને (૨) આ નિરૂપણ કરવાનો તેમનો હેતુ શો છે ? - મમુદ્ભમાં સુર્વ-વોધ-પપ . પપત્તિ એટલે પ્રાપ્તિ; નોધ એટલે જ્ઞાન; સુવું એટલે સુન એટલે સુખપૂર્વક, સરળતાપૂર્વક, તકલીફ વગર, કષ્ટ-વિના; નિર્વિને. | મુમુક્ષુ (મુન્ એટલે છુટા થવું, મુક્ત થવું, – એ ધાતુનું ઇચ્છાદર્શક નામ - Desiderative noun) આવા મોક્ષપ્રાપ્તિની ઇચ્છાવાળાઓને સહેલાઈથી બોધ થાય, એટલા માટે. (૫૭૯) અનુવાદ : આ પ્રમાણે, આચાર્ય અને શિષ્યના સંવાદનાં સ્વરૂપમાં, મોક્ષની ઇચ્છાવાળા(મનુષ્યો)ને સરળતાપૂર્વક જ્ઞાનપ્રાપ્તિ થાય, તે માટે મેં અહીં આત્માનાં લક્ષણને નિરૂપ્યું છે. (૫૭૯) ટિપ્પણ : કોઈ પણ નિરૂપણનો પ્રકાર, એની પદ્ધતિ, એનું માધ્યમ, - એ બહુ મોટી અને મહત્ત્વની વાત છે : કાવ્ય, મહાકાવ્ય, વાર્તા, નાટક વગેરે આવાં અનેક માધ્યમો, સાહિત્યનાં ક્ષેત્રે પ્રચલિત છે, તેમાંથી અહીં જે માધ્યમને પસંદ કરવામાં આવ્યું છે, તે છે, - ગુરુ-શિષ્ય-સંવાદ : સીધો જ ઉપદેશ કરવામાં આવે તો, તેવું નિરૂપણ શુષ્ક અને નીરસ બની જાય, પરંતુ જો એક વ્યક્તિ સવાલો પૂછતી જાય અને બીજી વ્યક્તિ એ સવાલોના જવાબો આપતી રહે તો, એ પ્રકારનાં નિરૂપણમાં જીવંતતા (Liveliness) આવે, એ રસમય (Interesting) બને, એમાં થોડું વૈવિધ્ય (Variety) આવે, સાંભળનારને થાક કે કંટાળો (Monotonous) ન આવે. આ એક માનસશાસ્ત્રીય હકીકત છે : વળી, વિષય પણ “આત્મલક્ષણ” જેવો સંપૂર્ણરીતે આધ્યાત્મિક-દાર્શનિક છે, એટલે તો વળી નિરૂપણનું આ માધ્યમ સવિશેષ મહત્ત્વનું બને. શિષ્ય અહીં એક સંનિષ્ઠ સાધક છે, મોક્ષાર્થી છે. અને બ્રહ્મવિદ્યા વિશે જેજે શંકાઓ તેણે આચાર્યશ્રી સમક્ષ રજૂ કરી, તે, તેની સાચી જિજ્ઞાસા સૂચવે છે. આવા શિષ્યને ભણાવવામાં આચાર્યશ્રીને રસ પણ પડે. ગીતામાં અર્જુન, પોતાના ધર્મ (Duty) બાબતમાં, મૂંઝવણ રજૂ કરીને, ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ, જો પ્રપત્તિભાવે ઉપસ્થિત થયો ન હોત અને, – શિષ્યતૈ૬ શધિ માં ત્યાં પ્રપનમ્ (૨, ૭) - એવા શબ્દો સાથે, શિષ્યભાવે, માર્ગદર્શન માગ્યું ન હોત, તો, તે પોતે . વિવેકચૂડામણિ | ૧૧૬૩

Loading...

Page Navigation
1 ... 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182