________________
(“પ્રત્યક્ષ” કોને કહેવાય છે? સાક્ષાત્કારિણી, એટલે સીધા ઇન્દ્રિયસંનિકર્ષથી ઉત્પન્ન એવી પ્રમાના કરણને પ્રત્યક્ષ' કહેવામાં આવે છે.”)
અહીં “ઇન્દ્રિયસંનિકર્ષ' એટલે આંખનો ઘડા સાથેનો સંપર્ક. ટૂંકમાં, ચક્ષુ વગેરે પ્રમાણ સાફ હોય તો, પ્રકાશમાં રહેલા ઘડાને જાણવા અન્ય સાધનની જરૂર નથી.
એ જ રીતે, સાધકની બુદ્ધિ બ્રહ્મસ્પર્શિની બની જાય તો, બ્રહ્મના આનંદના અનુભવ માટે, અન્ય કોઈ નિયમોની જરૂર રહેતી નથી : બુદ્ધિની વૃત્તિ “ઘટાકાર' થવી જોઈએ, એટલું જ, જેમ, ઘટજ્ઞાન માટે પર્યાપ્ત છે, તેમ જ બ્રહ્મની બાબતમાં, સાધકની બુદ્ધિ બ્રહ્માકાર થઈ જાય એટલું જ પર્યાપ્ત છે.
શ્લોકનો છંદઃ અનુરુપ (૫૩૧)
પ૩ર अयमात्मा नित्यसिद्धः प्रमाणे सति भासते ।
न देशं नाऽपि वा कालं न शुद्धि वाऽप्यपेक्षते ॥५३२॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અયમાત્મા નિત્યસિદ્ધ પ્રમાણે સતિ ભાસતે | ' ન દેશ નાડપિ વા કાલ ન શુદ્ધિ વાડપ્યપેક્ષતે /પ૩રા/ શ્લોકનો ગદ્ય અન્વય :
प्रमाणे सति नित्यसिद्धः अयं आत्मा (स्वयं) भासते, (तस्मात्) न देशं न अपि कालं, न शुद्धि वा अपि अपेक्षते ॥५३२॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) માં માત્મા માતે | આ આત્મા ભાસે છે, જણાય છે, દેખાય છે, પ્રતીત થાય છે. આ આત્મા કેવો છે ? – નિત્યસિદ્ધઃ | - હંમેશ માટે સિદ્ધ. પરંતુ આત્મા માટે આવું બને ક્યારે ? પ્રમાણે સતિ | - આ વાક્યરચના સતિ-સપ્તમી છે ઃ સૂક્ષ્મબુદ્ધિ-રૂપી પ્રમાણ હોવાથી, હોવાને લીધે, હોવાનાં કારણે.
પરંતુ આનું તાત્પર્ય શું ? હવે પછીનાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે તે.
(૨) (તસ્માત) (:) અપેક્ષતે ! તે આત્માને અપેક્ષા રહેતી નથી. શાની અપેક્ષા? - , પ li, શુદ્ધિ વા પ ( અપેક્ષત) . દેશની(એટલે કે કોઈ નિશ્ચિત સ્થળવિશેષની), ન કાળની (એટલે કે કોઈ નક્કી કરેલા સમયની),
વિવેકચૂડામણિ | ૧૦૬૩