________________
વળી, એની “કીડા' (ક્રીતિ) અને એના “આનંદ (નતિ) માટે પણ એના પોતાના સિવાય અન્ય કોઈની એને જરૂર જ પડતી નથી કે તે પોતે જ આ માટે પર્યાપ્ત છે (સ્વયં સ્વસ્મિ), અને એની “તૃપ્તિનું ગંગોત્રી પણ તે પોતે જ છે ! તૃપ્ત થવા માટે, એને માત્ર એક દૃષ્ટિપાત ભીતર જ કરવાનો રહે : નિરંતરઆનંદરસ(Elixir of incessant Bliss)માંથી સ્વયમેવ સર્જાતી તૃપ્તિનું અમૃત એને સામેથી પ્રાપ્ત થતું હોય છે !
એનું સમગ્ર અસ્તિત્વ જ સ્વ-સ્વરૂપ છે, એને સર્વત્ર આ “સ્વ'નાં જ દર્શન થતાં હોય છે, આનંદરસાસ્વાદ પણ આ “સ્વ'નો જ હોય છે ? અને આ આનંદ એટલે નિજાનંદની સાત્ત્વિક મસ્તી ! આવી મસ્તી તો જેણે જાણી-માણી હોય, તે જ, તે શું છે, - એનું વર્ણન કરી શકે !
બાલ’ એવાં ઉપનામ સાથે કાવ્યો લખતા, ઓગણીસમી સદીના અંતભાગના ગુજરાતી મસ્ત-કવિ બાલાશંકર કંથારિયાની આ ગઝલપંક્તિ, પ્રસ્તુત સંદર્ભમાં, યાદ આવી જાય છે :
નિજાનંદે હંમેશાં બાલ ! મસ્તીમાં મજા લેજે !” . કહેવાની જરૂર નથી કે શ્લોક-પ૩૬માંનો “ઉત્તમોત્તમ બ્રહ્મજ્ઞાની' (દ્રવિઉત્તમોત્તમ:) અને શ્લોક-પ૩૭માંનો “નિરન્તર આનંદરસથી તૃપ્ત' અને “નિજાનંદની મસ્તીની મજા માણતો' (નિરન્તરીનરસેન તૃપ્ત) એટલે, ગુરુદેવ જેને ઉદ્ધોધન કરી રહ્યા છે તે, હમણાં જ “જીવન્મુક્ત” બનેલો પ્રસ્તુત વિદ્યાર્થી !
આ બંને શ્લોકોમાં એની જ જીવનશૈલીનું નિરૂપણ ગુરુદેવે કર્યું છે, અને એનું તાત્પર્ય એ છે કે તેણે આવી જ જીવનશૈલી આજીવન જાળવી રાખવાની છે, એવો સંદેશ, આ શ્લોકો દ્વારા, ગુરુદેવ, તેને પાઠવી રહ્યા છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૩૭)
પB૮
क्षुधां देहव्यथां त्यक्त्वा बालः क्रीडति वस्तुनि ।
तथैव विद्वान् रमते निर्ममो निरहं सुखी ॥५३८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : *
સુધાં દેહવ્યથાં ત્યકતા બાલઃ ક્રિીડતિ વસ્તુનિ . તર્થવ વિદ્વાનું રમતે નિર્મમો નિરાં સુખી //પ૩૮.
૧૦૭૪ | વિવેકચૂડામણિ