________________
છે અને તે છે શ્લોકમાં જે અવતરણ ટાંકવામાં આવ્યું છે, તે શ્રુતિ, એનો સંદર્ભ અને એ શ્રુતિવચનનો મર્મ.
ગયા શ્લોકનાં ટિપ્પણમાં, આત્માનું લક્ષણ એટલે “પ્રજ્ઞાનઘન', - એમ કહેવામાં આવ્યું હતું, એ જ અનુસંધાનમાં, એ જ બૃહદારણ્યક-ઉપનિષદમાં, યાજ્ઞવદ્ય, ધર્મપત્ની મૈત્રેયીને, આત્માનાં અવિનાશીપણાં વિશે, શ્લોકમાં ઉધૃત કરવામાં આવેલું વાક્ય કહે છે.
આ પહેલાની કંડિકામાં, યાજ્ઞવલ્કયે, પ્રજ્ઞાનઘન', - એ શબ્દ પ્રયોજીને, આત્માનું લક્ષણ નિરૂપ્યું ત્યારે, તે છતાં પણ મૈત્રેયીને આત્માનાં સ્વરૂપ વિશે પૂરી પ્રતીતિ ન થઈ ત્યારે, યાજ્ઞવલ્કયે આ પ્રમાણે કહ્યું હતું : स ह उवाच । अविनाशी वा अरे अयं आत्मा, अनुच्छित्तिधर्मा ।।
(૪, ૫, ૧૪) આત્માનાં અવિનાશીપણાંનાં આ વિધાન પછી, યાજ્ઞવલ્કય જે એક શબ્દ ઊમેરે છે, - 'મનુચ્છિત્તિધર્મ', એ જ, મહત્ત્વનો છે. આત્મા અવિનાશી એ અર્થમાં છે કે એનું સચ્ચિદાનંદ-સ્વરૂપ કદી પણ ઉચ્છિન્ન થતું નથી.
ઉચ્છિત્તિ એટલે ઉચ્છદ, વિનાશ; “અનુચ્છિત્તિ એટલે અવિનાશીપણું (Immutability). ઉચ્છેદ એનો જ હોય, જે, “અનાત્મા' હોય. આ તો “આત્મા” છે : બધા ઉચ્છેદો વચ્ચે, તે એકમાત્ર ઉચ્છેદ-રહિત છે : સમગ્ર વિનાશશીલતાનાં પર્યાવરણમાં, તે એક જ વિનાશ-રહિત છે.
શ્લોકનો છંદઃ અનુષ્ણુપ (પ૬૩)
પજ पाषाणवृक्षतृणधान्यकटाऽम्बराद्या
दग्धा भवन्ति हि मृदेव यथा तथैव । देहेन्द्रियासुमनआदि समस्तदृश्यं
ज्ञानाग्निदग्धमुपयाति परात्मभावम् ॥५६४॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
પાષાણવૃક્ષણધાન્યકટાડમ્બરાદ્યા
દગ્ધા ભવન્તિ હિ મૃદેવ યથા તથૈવ | દેદિયાસુમનઆદિ સમસ્તદેશ્ય જ્ઞાનાગ્નિદગ્ધમુપયાતિ પરાત્મભાવમ્ II૫૬૪
૧૧૩૨ / વિવેકચૂડામણિ