________________
સ્વરૂપમાં જ સદા સ્થિત થઈને જ જીવન જીવે છે.
આવી એની આત્મનિષ્ઠતાને કારણે જ આવો ઉત્તમ બ્રહ્મવેત્તા, સ્વયં સાક્ષાત્ શિવસ્વરૂપ બની રહે છે.
“લક્ષ્યને પામવાની અને લક્ષ્યથી ન ચળવાની, - આવી બંને ચિંતાથી બ્રહ્મજ્ઞાની તો હંમેશાં અળગો જ રહે છે. અને આવી ચિંતા-મુક્તિ એ જ “અપવ્યય” (Dissipation) - મુક્તિ, એ જ માંગલ્ય અને કલ્યાણનું મૂર્તિમંત સ્વરૂપ ! સાક્ષાત્ Riara ! (Embodiment of Auspiciousness !) અને બ્રહ્મવેત્તાઓમાં ઉત્તમ હોય તે જ આવાં સાક્ષાત્ શિવ-પદને પામે છે.
શ્લોકનો છંદ : અનુરુપ (૫૫૪).
પપપ जीवन्नेव सदा मुक्तः कृतार्थो ब्रह्मवित्तमः ।
उपाधिनाशाद् ब्रह्मैव सन् ब्रह्माप्येति निर्वयम् ॥५५५॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ - જીવનેવ સદા મુક્તઃ કૃતાર્થો બ્રહ્મવિત્તમઃ |
ઉપાધિનાશાદ્ બ્રૌવ સન્ બ્રહ્માષ્યતિ નિર્વયમ્ //પ૨પા શ્લોકનો ગદ્ય અન્વય :
. ब्रह्मवित्तमः जीवन् एव सदा मुक्तः कृतार्थः (च अस्ति), उपाधिनाशाद् ब्रह्म एव सन्, निर्द्वयं ब्रह्म अप्येति ॥५५५॥ શબ્દાર્થ : . શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) વ્રવિત્તમ: સતા મુp: કૃતાર્થ: (૧ પ્તિ) | આવો સર્વોત્કૃષ્ટ બ્રહ્મજ્ઞાની સદા મુક્ત અને કૃતાર્થ જ હોય છે. આ જ બ્રહ્મવિત્તમ-શબ્દ, આ પહેલાં, શ્લોક-૫૪માં પ્રયોજાઈ ચૂક્યો છે. તે મુક્ત અને કૃતકૃત્ય તો છે જ, પરંતુ તેની વિશિષ્ટતા એ છે કે તે પોતે જીવતો હોવા છતાં જ, એટલે કે પોતાના જીવનસમય દરમિયાન જ (ગીતનું પર્વ), મુક્તિ પામ્યો છે અને તેથી જ તે “જીવન્મુક્ત” એવું, માત્ર એના એકના માટે જ પ્રયોજાઈ શકે એવું, અનન્ય પદ પામ્યો છે.
જીવન્મુક્ત'-શબ્દમાંનો આ “નવન'-શબ્દને વ્યાકરણની દૃષ્ટિએ જરા સમજવા જેવો છે : નીવું એટલે “જીવવું' - એ ધાતુનું નીવન - એ શબ્દ વર્તમાન-કુંદત
વિવેકચૂડામણિ / ૧૧૧૩