Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 1131
________________ અનુવાદ : | (ઝાડનું) પાંદડું નાળાંમાં, નદીમાં, શિવમંદિરમાં કે કોઈ ચોકમાં પડે, એમાં ઝાડનું શું ભલું-બૂરું થાય ? (પ૬૦). ટિપ્પણ : જીવન્મુક્ત” એવા મુનિનાં દેહ-વિસર્જનનો ઉલ્લેખ, પહેલાં, શ્લોક-૫૫૮માં થયો છે, અને ત્યાં એના માટેનાં સ્થળ(તે)નો પણ નિર્દેશ થયો છે. એ માટેનાં ઔચિત્યની પ્રતીક્ષા કરવાની જરૂર નથી, એ વાતનો અહીં વિસ્તાર કરવામાં આવ્યો પાનખર-ઋતુમાં ઝાડનાં પાંદડાં ખરી પડવાની શરૂઆત થાય છે. આ પાંદડાં, ખરીને, ક્યાં, કયે સ્થળે, પડે, - એનું કશું જ મહત્ત્વ નથી : કોઈક પાંદડું, કોઈ નાળામાં; કોઈક, વળી, નદીમાં; કોઈક, શિવાલયમાં, તો, વળી, કોઈક પાંદડું. કોઈક ચોરા-ચૌટામાં પડે; અરે, કોઈક પાંડું ઊડતું-ઊડતું, ગંદી-ગટરમાં પડે ! પાંદડાંનાં પડવાનાં આવાં કોઈ પણ સ્થળ સાથે, - એ પાંદડાં જેનાં છે તે, ઝાડને, શી નિસ્બત ! ગંગા-નદીમાં કે શિવક્ષેત્રમાં પડે તો, તેનું શું ભલું થવાનું ? અને વેરાન-વનમાં કે ગંદી-ગટરમાં પડે તો, એનું શું બૂરું થવાનું ? આવા સવાલોના જવાબની જરૂર નથી. જીવન્મુક્ત થયા પછી, તેનું મૃત્યુ ક્યાં, કયે સ્થળે થાય, એમાં એ મુનિને શો રસ ? તેણે તો, શરીરને, માત્ર એક “ઉપાધિ' તરીકે જ, નિભાવ્યું હતું : એનાં પ્રારબ્ધ પ્રમાણે, તે ગમે ત્યારે, ગમે ત્યાં ઢળી પડે, એમાં, એને શું? કોઈકને એવી ઇચ્છા થાય તો, ભલે, તેનો અગ્નિસંસ્કાર કરે, નહીંતર ભલેને તે ગમે ત્યાં પડ્યું - પડ્યું સડે અને ગંધાય ! આ બાબતમાં તો, મુનિનો દેહ અને ઝાડનું પાંદડું, - બંનેય એકસરખાં ! ઝાડને ત્યારપછી, જેટલી પાંદડાંની ચિંતા, એટલી જ ચિંતા, શરીર વિશે, મુનિને ! શ્લોકનો છંદઃ અનુષુપ (પ૬૦) ૫૧ पत्रस्य पुष्पस्य फलस्य नाशवद् -હેન્દ્રિયપ્રાથિયાં વિનાશઃ | नैवात्मनः स्वस्य सदात्मकस्या-नन्दाकृतेर्वृक्षवदस्ति चैषः ॥५६१॥ ૧૧૨૬ | વિવેકચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 1129 1130 1131 1132 1133 1134 1135 1136 1137 1138 1139 1140 1141 1142 1143 1144 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182