________________
અનુવાદ : | (ઝાડનું) પાંદડું નાળાંમાં, નદીમાં, શિવમંદિરમાં કે કોઈ ચોકમાં પડે, એમાં ઝાડનું શું ભલું-બૂરું થાય ? (પ૬૦). ટિપ્પણ :
જીવન્મુક્ત” એવા મુનિનાં દેહ-વિસર્જનનો ઉલ્લેખ, પહેલાં, શ્લોક-૫૫૮માં થયો છે, અને ત્યાં એના માટેનાં સ્થળ(તે)નો પણ નિર્દેશ થયો છે. એ માટેનાં ઔચિત્યની પ્રતીક્ષા કરવાની જરૂર નથી, એ વાતનો અહીં વિસ્તાર કરવામાં આવ્યો
પાનખર-ઋતુમાં ઝાડનાં પાંદડાં ખરી પડવાની શરૂઆત થાય છે. આ પાંદડાં, ખરીને, ક્યાં, કયે સ્થળે, પડે, - એનું કશું જ મહત્ત્વ નથી : કોઈક પાંદડું, કોઈ નાળામાં; કોઈક, વળી, નદીમાં; કોઈક, શિવાલયમાં, તો, વળી, કોઈક પાંદડું. કોઈક ચોરા-ચૌટામાં પડે; અરે, કોઈક પાંડું ઊડતું-ઊડતું, ગંદી-ગટરમાં પડે ! પાંદડાંનાં પડવાનાં આવાં કોઈ પણ સ્થળ સાથે, - એ પાંદડાં જેનાં છે તે, ઝાડને, શી નિસ્બત ! ગંગા-નદીમાં કે શિવક્ષેત્રમાં પડે તો, તેનું શું ભલું થવાનું ? અને વેરાન-વનમાં કે ગંદી-ગટરમાં પડે તો, એનું શું બૂરું થવાનું ?
આવા સવાલોના જવાબની જરૂર નથી.
જીવન્મુક્ત થયા પછી, તેનું મૃત્યુ ક્યાં, કયે સ્થળે થાય, એમાં એ મુનિને શો રસ ? તેણે તો, શરીરને, માત્ર એક “ઉપાધિ' તરીકે જ, નિભાવ્યું હતું : એનાં પ્રારબ્ધ પ્રમાણે, તે ગમે ત્યારે, ગમે ત્યાં ઢળી પડે, એમાં, એને શું? કોઈકને એવી ઇચ્છા થાય તો, ભલે, તેનો અગ્નિસંસ્કાર કરે, નહીંતર ભલેને તે ગમે ત્યાં પડ્યું - પડ્યું સડે અને ગંધાય !
આ બાબતમાં તો, મુનિનો દેહ અને ઝાડનું પાંદડું, - બંનેય એકસરખાં ! ઝાડને ત્યારપછી, જેટલી પાંદડાંની ચિંતા, એટલી જ ચિંતા, શરીર વિશે, મુનિને !
શ્લોકનો છંદઃ અનુષુપ (પ૬૦)
૫૧
पत्रस्य पुष्पस्य फलस्य नाशवद्
-હેન્દ્રિયપ્રાથિયાં વિનાશઃ | नैवात्मनः स्वस्य सदात्मकस्या-नन्दाकृतेर्वृक्षवदस्ति चैषः ॥५६१॥
૧૧૨૬ | વિવેકચૂડામણિ