________________
તો, સ્થગિત થઈને, એમ ને એમ, પડ્યો રહે છે, એને એની કશી ચિંતા હોતી નથી : પેલી અનિવાર્ય જરૂરિયાતો પોષાય તો, આનંદ નહીં અને ન મળે તો, એનું કશું દુ:ખ નહીં ! નીયતે (‘લઈ જવામાં આવે છે') એવી કર્મણિ (Passive) વાક્યરચના, દેહની પોતાની સંપૂર્ણ નિષ્ક્રિયતાના ભાવને, સમુચિત ઉઠાવ આપે છે.
આત્મજ્ઞાનીનો દેહ, તેનાં ભૂતકાળનાં કર્મ અને તે કર્મફળોના આધાર તથા આવેગ પર જ નિર્ભર રહીને નભે છે તે હકીકત, પ્રતીતિકારક બની રહે તે માટે, અહીં પણ, આચાર્યશ્રી, એવી જ સુયોગ્ય ઉપમા આપે છે : નદીના જળપ્રવાહમાં લાકડું, તણાતું-તણાતું, નદીનાં વિવિધ નીચાં-ઊંચાં સ્થળે પહોંચે છે; પરંતુ આ બાબતમાં, લાકડાની પોતાની ઇચ્છાને કશું જ સ્થાન નથી : એને પોતાને કોઈ નક્કી કરેલાં સ્થળે પહોંચવાની ઇચ્છા હોતી જ નથી; જમણી-બાજુએ કે ડાબી-બાજુએ, ઊંચી કે નીચી જગાએ પહોંચતું તે દેખાય છે તેમાં પણ, નદીનું પૂર (Flood) જ બધો ભાગ ભજવે છે : લાકડાંનાં સ્થિતિ-ગતિ-નિયતિ-દિશા વગેરે નદીનાં પાણી જ નક્કી કરે છે !
આ વાક્યમાં પણ, ક્રિયાપદની કર્મણિ રચના (નીયતે), લાકડાંની દયનીય દશાને સુયોગ્ય રીતે અભિવ્યક્ત કરવામાં સારી રીતે, સહાયભૂત થાય છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૫૧)
૫૫૨
प्रारब्धकर्मपरिकल्पितवासनाभिः
संसारिवच्चरति भुक्तिषु मुक्तदेहः । सिद्धः स्वयं वसति साक्षिवदत्र तूष्णीं
चक्रस्य मूलमिव कल्पविकल्पशून्यः ॥५५२॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
પ્રારબ્ધકર્મપરિકલ્પિતવાસનાભિઃ
સંસારિવચ્ચરતિ ભુક્તિપુ મુક્તદેહઃ । સિદ્ધઃ સ્વયં વસતિ સાક્ષિવદત્ર તી
ચક્રસ્ય મૂલમિવ કલ્પવિકલ્પશૂન્યઃ ॥૫૫૨ી
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
मुक्तदेह: (ब्रह्मवेत्ता) प्रारब्धकर्मपरिकल्पितवासनाभिः भुक्तिषु संसारिवत् ૧૧૦૬ / વિવેકચૂડામણિ