________________
અને પ્રારબ્ધ-કર્મનાં બળે કલ્પિત વાસનાઓ તો પોતાનું કામ કર્યા જ કરતી હોય છે, એટલે આવા પ્રારબ્ધયોગે જે કશા ભોગોમાં પ્રવૃત્ત થવાનું તેને માટે બને, તેના ભાગે આવે, તેનો, તે તિરસ્કાર કરતો નથી; અને કદાચ આવા કોઈ ઉપભોગો કે પદાર્થોનો અભાવ ઊભો થાય તો, તેને, તેની કશી આશા કે અપેક્ષા પણ હોતી નથી. તે તો પોતાનાં મૂળ આત્મસ્વરૂપમાં જ લીન હોય છે, તેથી પેલી વાસનાઓને કારણે જે કાંઈ બને, તે વિશે કશા તર્ક-વિતર્ક તે કરતો નથી; એટલું જ નહીં પરંતુ આવી બધી ઘટનાઓ વિશે એના કશા અંગત પ્રતિભાવો પણ તેને હોતા નથી. ટૂંકમાં, પ્રારબ્ધ-કર્મનાં ફલ-સ્વરૂપ વાસનાઓનાં બળે, સંસારમાં પ્રવૃત્ત થવાની ઘટનાથી તો, તે પણ મુક્ત નથી; તેને પણ, સંસારીની જેમ વિચરવું તો પડે જ; પરંતુ તેને પોતાને પૂરી પ્રતીતિ છે કે તે પોતે તો મુક્તદેહ’ છે ! ‘સિદ્ધ પુરુષ’ છે ! એટલે દેહની કોઈ જ પ્રવૃત્તિમાં તે સામેથી કશું વિઘ્ન ઊભું કરતો નથી, દેહને ફાવે ત્યાં ફરવા-વિચરવા દે છે.
અને તેણે તો સર્વ સંકલ્પો-વિકલ્પો છોડી દીધા છે, એટલે સંસારીની જેમ વિચરવામાં એને કશાં જોખમોનો ભય જ હોતો નથી; એટલે તે તો સંપૂર્ણરીતે સ્વસ્થ રહીને, આવું-બધું વાસનાઓનું કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે, તે આખાયે સમય દરમિયાન, સાક્ષીભાવે સઘળું જોયા કરે છે અને મૌન બનીને બેસી રહે છે ! પૂરેપૂરો અફર અને અવિચળ રહે છે ! જરા પણ સંડોવાયા વિના, પોતાનાં ‘તીભાવ’ને સાચવી રાખે છે !
આચાર્યશ્રી, અહીં પણ, એમની નિરૂપણ-શૈલી પ્રમાણે (True to ` his style !), બરાબર બંધબેસતું દૃષ્ટાંત આપે છે ઃ કુંભાર, માટીમાંથી ભિન્ન પાત્રો (ઘડા, કોડિયાં, તાવડી, લોટા વગેરે) બનાવતો હોય ત્યારે, એનો ચાકડો તો સતત ફરતો જ રહે છે, અને ચાકડાંનાં આ બધાં પ્રવર્તનો (Movements) જેના આધારે ચાલી રહ્યાં હોય છે તે, તેના આધારસ્વરૂપ ખીલો (મૂર્ત્ત) તો, સતત અચળ અને અફર જ રહેતો હોય છે ! ચાકડા પર ક્યાં અને કેવાં પાત્રો સર્જાય છે તેમાં, ચાકડાનાં આધારકાહ એવા આ ખીલાને જરા પણ રસ નથી !
એ જ રીતે, આ સિદ્ધ બ્રહ્મજ્ઞાની પણ, પેલી વાસનાઓની લીલા ચાલી રહી હોય ત્યારે પણ, તેનાં દેહ-મન-બુદ્ધિ વગેરે એમાં ગમે તે રીતે જોડાતાં હોય, તે પોતે તો, કુંભારના ચાકડાના આધારરૂપ ખીલાની જેમ, સંપૂર્ણરીતે, અસંબદ્ધ, સ્વસ્થ અને સ્થિર રહે છે, તટસ્થભાવે, મૌન રહીને બધું જોયા કરે છે !
દેહ-વગેરેની પ્રવૃત્તિઓ સતત ચાલ્યા કરતી હોય ત્યારે પણ, એ તો સંપૂર્ણરીતે અપરિવર્તનશીલ જ રહે છે.
શ્લોકનો છંદ : વસંતતિલકા (૫૫૨) ૧૧૦૮ / વિવેચૂડામમિણ