________________
(૧) (તથા) વેદઃ વૈવેન નીયતે। દેહને, એટલે કે તે બ્રહ્મજ્ઞાનીના દેહને, લઈ જવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે. ક્યાં પહોંચાડવામાં આવે છે ? યથા-ઢાલ-૩૫મુહિષુ । વખતસર ભોજન વગેરે ઉપભોગમાં; નિયત સમયે વિવિધ ભોગોમાં. આવું કોના વડે કરવામાં આવે છે ? - હૈવેન । દૈવ એટલે કે પ્રારબ્ધ વડે. તથા એટલે તેવી રીતે. ‘તેવી રીતે' એટલે કેવી રીતે ? હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તેવી રીતે.
(૨) યથા સ્રોતના વાડુ નીયતે । વાડુ એટલે લાકડું, લાકડાંનું પાટિયું (Timber, A log of wood); સ્રોતસા એટલે જળપ્રવાહ (Current) વડે. ક્યાં લઈ જવામાં આવે છે (નીયતે) ? નિમ્ન-૩ન્નત-સ્થતમ્ । નિમ્ન એટલે નીચું; ઉન્નત એટલે ઊંચું; નીચાં-ઊંચાં-સ્થાનોમાં લઈ જવામાં આવે છે. યથા – જેવી રીતે; તેવી રીતે, દેહને લઈ જવામાં આવે છે. (૫૫૧)
અનુવાદ :
જેમ જળપ્રવાહ લાકડાંને (નદીનાં) નીચાં-ઊંચાં-સ્થાનોમાં લઈ જાય છે, તેમ દૈવ (બ્રહ્મજ્ઞાનીના) દેહને નિયમ સમયે (ભોજન વગેરે) વિવિધ ઉપભોગોમાં લઈ જાય છે.(૫૫૧)
ટિપ્પણ :
બ્રહ્મસાક્ષાત્કાર પામેલા જીવન્મુક્તના દેહની પરિસ્થિતિ વિશે, અહીં પણ, એવું જ, યથાપૂર્વ, પ્રતિપાદન કરવામાં આવે છે.
આપણે જોયું (ગયા શ્લોકમાં) કે આત્મજ્ઞાનીએ તો પોતાના દેહ વિશેનું અભિમાન છોડી દીધું હોવાથી (મુવેર), તેનો દેહ તો પ્રાણવાયુથી આમતેમ કાંઈક ચલાયમાન થતો રહે છે.
ભલે આત્મજ્ઞાનીએ દેહાધ્યાસ સંપૂર્ણરીતે છોડી દીધો હોય, પરંતુ દેહને ટકાવી રાખવા માટે, તેના નિયત થયેલા સમયે, ખાવા-પીવાની તો જરૂર પડે ને ? આની શી અને કેવી વ્યવસ્થા, કોણ કરે છે ? આત્મજ્ઞાનીને તો, અલબત્ત, આમાં કશો જ અંગત રસ હોતો નથી, પરંતુ તેનાં ભૂતકાલીન કર્મો અનુસાર, એનું ‘ પ્રારબ્ધ’ અથવા દૈવ (Destiny) તો, એની ગતિ, પ્રમાણે કામ કર્યા જ કરતું હોય છે. આ દૈવ જ આત્મજ્ઞાનીનાં ભોજન વગેરે વિવિધ ભોગોની વ્યવસ્થા કરે છે અને તેના નિયત સમયે, વખતસર, આત્મજ્ઞાનીના દેહને, તે-તે ઉપભોગોમાં, તે-તે સ્થાને, પહોંચાડી દે છે : આમ,દેહનેં, દૈવ, યથાકાળ, ભોજન વગેરે અપાવે તો ઠીક છે, દેહ એ બધું ગ્રહણ કરે છે; પરંતુ દૈવ જો દેહને આ બધાંથી વંચિત રાખે તો, દેહ વિવેકચૂડામણિ / ૧૧૦૫
ફર્મા - ૭૦