________________
એને અહીં “
મુદા ' એટલા માટે કહ્યો છે કે તેને દેહ હોવા છતાં, દેહાધ્યાસથી તે સંપૂર્ણરીતે મુક્ત હોય છે; પ્રાણવાયુ ચાલુ હોય છે, તેથી તેનો દેહ આમતેમ થોડો હરતો-ફરતો, “ચલાયમાન થતો” હોય છે અને આવી દશામાં તે જીવિત રહેતો હોય છે (યં મુરુ તુ તિષ્ઠતિ ).
જેણે દેહ પ્રત્યેનાં અભિમાનને છોડ્યું છે, એવા જ્ઞાનીના દેહ માટે, આચાર્યશ્રીએ, અહીં, એક સુંદર અને સમુચિત ઉપમા આપી છે, એની સમજૂતી આ પ્રમાણે છે :
એમ કહેવાય છે કે સાપ જયારે ઘરડો થાય છે ત્યારે, એની ચામડી, ધીમેધીમે, એના શરીર પરથી, ઊતરી જાય છે; સાપ, તે વખતે, નિશ્ચલ દશામાં પડ્યો રહે છે, અને કશું ખાતો નથી. જ્યારે તેની આ કાંચળી પૂરેપૂરી સૂકાઈ જાય છે ત્યારે, સાપ એમાંથી બહાર નીકળી જાય છે અને તે ફરી જીવંત દશા પ્રાપ્ત કરીને (Rejuvenated) જીવ્યા કરતો રહે છે. તેની જે કાંચળી ત્યાં કોઈ વાડમાં કે ઝઝાંખરમાં પડી રહે છે તે, સાપ જેવી જ હોય છે, તેના આકાર, દેખાવ અને લંબાઈ વગેરે મૂળ સાપ જેવાં જ હોય છે, પરંતુ સાપને હવે તે કાંચળી સાથે કશો જ સંબંધ હોતો નથી : કાંચળી સાપની પોતાની હોવા છતાં, સાપ સાથે એને કશું લેવા-દેવા' હોતું નથી. તેની સામું પણ જોયા વિના, સાપ તો, અહીં-તહીં, ગમે ત્યાં ફરતો રહે છે. તે કાંચળી તડકામાં તપે કે વરસાદમાં પલળે, વાડ પરથી વાતા પવન વડે ત્યાંથી ઊડીને કોઈ બીજી જગ્યાએ જઈને પડે, સાપને ન એની કશી ચિંતા હોય છે, ન એનું કશું સ્મરણ હોય છે !
આ આત્મજ્ઞાનીએ પણ, કશો પ્રયત્ન કર્યા વિના જ, શરીરના, શરીર પ્રત્યેના “અહંભાવનો, સહજ, અનાયાસ, ત્યાગ કર્યો છે. શરીરનાં સુખથી એને કશું સુખ થતું નથી, શરીરનાં દુઃખથી એને કશું દુઃખ થતું નથી : પ્રાણવાયુ દ્વારા એ શરીર ક્રિયાશીલ કે હાલતું-ચાલતું (વત્તાયમાન:) ભલે હોય, સાપની કાંચળીની માફક, એ શરીરનું એને સંપૂર્ણ વિસ્મરણ જ થઈ ગયું હોય છે. આયુષ્યની અવધિ પ્રમાણે કે પ્રારબ્ધના નિયમ પ્રમાણે, એ શરીર હરતું-ફરતું-જીવતું હોય, એટલું જ; જ્ઞાનીને એ શરીર સાથે કશો જ અંગત સંબંધ કે આત્મીયભાવ હોતો નથી : સાપની કાંચળી રાફડામાં, ત્યક્ત દશામાં, પડી રહે છે તેમ, જ્ઞાનીનું આ શરીર પણ, જીવિત દશામાં પણ આમ જ પડ્યું રહે છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં, રાજર્ષિ જનકની સભામાં, સમગ્ર ભારતવર્ષમાંથી ત્યાં ઉપસ્થિત રહેલા વિદ્વાનોની સમક્ષ, જીવન્મુક્તના શરીરનું વર્ણન કરતાં, યાજ્ઞવલ્કય આ જ ઉપમા આપે છે :
વિવેકચૂડામણિ | ૧૧૦૩