________________
૫૫૦.
अहिनिल्वयिनीवायं मुक्तदेहस्तु तिष्ठति ।
इतस्ततश्चाल्यमानो यत्-किंचित् प्राणवायुना ॥५५०॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અહિનિર્લેયિનીવાર્ય મુક્તદેહસુ તિષ્ઠતિ |
ઈિતસ્તતશ્ચાલ્યમાનો યત-કિંચિત્ પ્રાણવાયુના //૫૫૦I - શ્લોકનો ગદ્ય અન્વય ઃ
मुक्तदेहः अयं (ब्रह्मवेत्ता) तु, अहि-निलयिनी इव, प्राणवायुना यत्किंचित् इतः-ततः चाल्यमानः तिष्ठति ॥५५०॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : (બ્રહ્મવેત્તા) તુ તિષ્ઠતિ | આ બ્રહ્મજ્ઞાની તો રહે છે, જીવન જીવ્યા કરે છે. કેવો છે આ બ્રહ્મજ્ઞાની ? મુwા ! જેણે દેહ એટલે કે દેહાધ્યાસ છોડ્યો છે, એવો મુક્તદેહ; જેણે દેહાભિમાન છોડ્યું છે, એવા બ્રહ્મજ્ઞાનીનો દેહ : વળી, એ કેવો છે? પ્રાણવાયુની ત: તતઃ ય-વિવિદ્ વલ્યમાનઃ | વાક્યમાન: (વન્ એટલે ચાલવું, એ ધાતુનાં પ્રેરકનું કર્મણિ વર્તમાનકૃદંતનું રૂપ), - ચલાયમાન થતો; હરતો-ફરતો; રૂત:તતઃ એટલે આમ-તેમ; ય-વિચિત્ એટલે લગાર, થોડું, કાંઈક; પ્રાણવાયુના - પ્રાણવાયુ વડે; કોની જેમ ? દિ-નિર્વવિનિ રૂવ | દિ એટલે સાપ અને નિર્વયિનિ એટલે કાંચળી (Slough); સાપે ત્યજેલી કાંચળીની જેમ; આ કાંચળીની જેમ, મુક્તદેહ જ્ઞાનીનો દેહ, આમતેમ ચલાયમાન થતો રહે છે. (૫૫૦) અનુવાદ :
જેણે દેહ(-અધ્યાસ) છોડ્યો છે, એવો મુક્ત જ્ઞાની, સાપ ત્યજેલી કાંચળીની જેમ, પ્રાણવાયુને લીધે, આમતેમ, લગાર ચલાયમાન થતો રહે છે. (૫૫૦). ટિપ્પણ :
આત્મજ્ઞાન થયા પછી, “જીવન્મુક્ત', શરીર સાથે, કેવી રીતે જીવે છે, - એનું એક સંક્ષિપ્ત છતાં સચોટ શબ્દચિત્ર અહીં આપવામાં આવ્યું છે.
આ પહેલાં, આપણે જોયું છે તેમ, બ્રહ્મસાક્ષાત્કાર થયા પછી આવા આત્મજ્ઞાનીની દેહ પરની સઘળી અહંતા અને મમતા અનાયાસે છૂટી ગઈ હોય છે;
૧૧૦૨ | વિવેકચૂડામણિ