________________
ન સન્નતે . તે વિષયોમાં તે નથી આસક્ત થતો, કે (૪) : (તેગડ) ને વિરતે માપ તેમનાથી ન તે વિરાગ પામે છે, તેમનાથી કંટાળીને દૂર ભાગી જતો પણ નથી; (૫) સદ સતા સ્વમિન ીતિ | તે તો પોતે પોતાનામાં જ રમતો રહે છે, પોતાનામાં જ રમણ કરતો રહે છે; () : નન્નતિ = ! અને એ જ રીતે આનંદ માણતો-અનુભવતો રહે છે; (૭) : નિરન્તર-આનન્દવસે : (અતિ) તે તો સ્વયં નિરંતર આનંદરસથી, આનંદરસમાં, તૃપ્ત જ હોય છે. (૫૩૭) અનુવાદ :
(આ મુક્તાત્મા) વિષયો પ્રાપ્ત થતાં, ખેદ પામતો નથી, હરખાઈ જતો નથી, નથી તેમાં આસક્ત બનતો કે નથી તેમનાથી વિરાગ પામતો; નિરંતર આનંદરસથી તૃપ્ત બનીને તે તો પોતે જ પોતાનામાં રમતો રહે છે અને આનંદ માણતો રહે છે ! (૫૩૭). ટિપ્પણ :
મનુષ્યનાં મનોજગતનાં બે અંતિમો (Extrernes) છે, દુઃખ અને આનંદ. અણગમતું મળે તો તે ખેદ પામે છે (વિદ્યતે) અને મનગમતું મળે તો તે હરખાઈ જાય છે, હર્ષઘેલો બની જાય છે (પ્રમોત્તે). કાં એનું મન મનગમતામાં આસક્ત બની જાય છે ( તે), અથવા અણગમતાંથી તે દૂર નાસી જાય છે (વિરતે). એનું દૈનંદિન જીવન મહદંશે આવા ગમા (Likes) અને અણગમા (Dislikes) વહેંચાઈ જતું હોય છે. અને એમાંયે, વિષય-વાસનાઓ તો, બંને રીતે, તેનાં મન-હૃદયને, તેનાં ભીતરી ભાવ-જગતને વ્યગ્ર અને વિક્ષિપ્ત બનાવી દે છે. સામાન્ય મનુષ્યની બાબતમાં, આમ થવાનું કારણ એ હોય છે કે એનાં સુખ-દુઃખનું ઉદ્ભવસ્થાન (Source) પોતાનામાં નહીં પરંતુ ક્યાંક બહાર હોય છે, એટલે પરવશ-પરાધીન હોય છે, - સ્વવશ અને સ્વાધીન નહીં !
પરંતુ અહીં જેની જીવનશૈલીનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે કોઈ સામાન્ય મનુષ્ય નથી; એ માત્ર અસામાન્ય પણ નથી, અસામાન્યોમાં પણ અસામાન્ય છે. તે તો, આ પહેલાંના શ્લોકમાં જેને “શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠતમ બ્રહ્મજ્ઞાની (બ્રહ્મવિ-ત્તમોત્તમ:) ગણવામાં આવ્યો છે એવો એક આદર્શ (Ideal), નમૂનેદાર (Typical) અને ઉત્તમોત્તમ (Excellent) “જીવન્મુક્ત' છે : એને વળી વિષયો સાથે શો સંબંધ ! અને જેનાં જીવનમાં નથી વિષયો કે નથી વાસનાઓ, તેને વળી સાનુકૂળ' શું ને પ્રતિકૂળ' શું ? “ખેદ' શું ને “પ્રમોદ શું ? “આસક્તિ શું ને વિરક્તિ શું ? ફર્મા - ૬૮
વિવેકચૂડામણિ | ૧૦૭૩