________________
પ૩૦માં નિરૂપિત થયા પ્રમાણે, આવા મહાત્માને, કોઈ “અપેક્ષા ન હોવી જોઈએ, એ પણ એટલું જ સાચું છે.
નિરપેક્ષિતતા'ના પોતાના નિયમનું પાલન કરતાં રહીને પણ એની પેલી જરૂરિયાતો કેવી રીતે, આપોઆપ, પરિપૂર્ણ બની રહે છે, એનું નિરૂપણ જેટલું અસામાન્ય છે, એટલું જ આશ્ચર્યજનક પણ છે, અને જેટલું મૌલિક છે, એટલું જ મનોહર છે !
શરીરને ટકાવી રાખવા માટે (To keep body and soul to-gether), ખાધા-પીધાં વગર તો ચાલે જ નહીં ! પણ એની ચિન્તા શી? કેમ, એ માટે અનેક વિવિધ ખાદ્યો ખરીદવાનાં, સાફ કરવાનાં, રાંધવાનાં ? અરે, ના, ના; ભારતીય સાંસ્કૃતિક પરંપરાએ જ આ કામ ગૃહસ્થાશ્રમી દંપતીઓને સોંપી દીધું છે : સંન્યાસી તેમને ત્યાં જઈને, માત્ર એટલું જ બોલે કે “fમક્ષ તેદિ ”, એટલે, પેલું દંપતી, તે પોતે જે જમ્યાં હોય તે જ અન્ન વડે, ઉદારતાપૂર્વક અને પોતાને આ માટે સદૂભાગી તથા કૃતાર્થ સમજીને, સંન્યાસીની ઝોળી ભરી દે ! આમાં ન કશી દીનતા અને ન કશી માનહાનિ (Humiliation) ! કેવી અદ્ભુત વ્યવસ્થા !
અને જમ્યા પછી કે તરસ લાગે ત્યારે ? ભારતની ભૂમિ પર અનેક લોકમાતાઓ' છે ને? એની માલિકી કોઈની નહીં : જયારે મન થાય ત્યારે, એનું નિરંતર-વહેતું, સ્વચ્છ-શીતલ-તાજું જળ સુલભ ! ન કોઈ પાણિયારાં ઘડા-પ્યાલાની જરૂર !
- પથારી માટે આવડી મોટી વિરાટ ધરતી ! – વસુંધરા પોતે જ સુંવાળી શપ્યા ! – સંધ્યા ભૂમિતનમ્ ! અને એમાંયે શ્મશાન અને વન તો એવાં શાંત કે નિરાંતે, નિર્ભય થઈને, ઊંધી શકાય ! No disturbance ! કોઈ ખાટલા-પલંગ કે સોફાની જરૂર જ નહીં ! “ * પણ શરીર ઢાંકવા માટે કપડાં ? અરે, વલો(વૃક્ષોની છાલ) છે ને ! ન ધોવા-નીચોવવા–સૂકવવાની કશી ભાંજગડ ! અને એ પણ ન મળે, અથવા એની ઇચ્છા ન થાય ત્યારે, આ દશે દિશા કોની છે ? બ્રહ્મજ્ઞાનીઓની પોતાની જ ! એને વળી “પીતાંબર' શું ને “શ્વેતાંબર” શું? એ તો “દિગંબર” અને “ચિદંબર” રહે, એમાં જ એમનું ગૌરવ ! એમાં જ એમના મહિમા અને આદર – દ્વિશોપિ વતનમ્ |
અને રહેવા માટે તથા હરવા-ફરવા માટે તો, વેદો અને વેદાંતનાં શ્રુતિવચનોના કેટલા બધા વિશાળ રાજમાર્ગો (Royal Roads અને High-ways) છે ! અને એમાં જ, અનેક પ્રકારની રમત-ગમતો (શી) માટે પરબ્રહ્મરૂપી “પેવિલિયનો અને “જીમખાનાઓ' ! આમાં છે ક્યાંય તંગી કે તકલીફ ! અખિલ બ્રહ્માડ જ એમનું
વિવેકચૂડામણિ | ૧૦૭૯