________________
કે શુદ્ધિની પણ અપેક્ષા રહેતી નથી. (૫૩૨)
અનુવાદ :
(સૂક્ષ્મબુદ્ધિ-રૂપી) પ્રમાણનાં હોવાને લીધે, આ આત્મા નિત્યસિદ્ધ ભાસે છે, (તેથી) તેને, દેશની, કાળની કે શુદ્ધિની પણ (કશી) અપેક્ષા રહેતી નથી. (૫૩૨) ટિપ્પણ :
આત્માનાં દર્શન માટે, આત્માને પામવા માટે, અહીં થોડી તાત્ત્વિક ચર્ચા કરવામાં આવી છે.
સૌપ્રથમ તો, આત્મદર્શન માટે, સાધકે, તત્ત્વમસિ જેવાં વેદ-મહાવાક્યો અને શ્રુતિવચનોનાં સમ્યક્ શ્રવણ-મનન-નિદિધ્યાસન દ્વારા પોતાની બુદ્ધિ અથવા ચિત્તવૃત્તિને સંપૂર્ણરીતે ‘સૂક્ષ્મ’ અને ‘શુદ્ધ' બનાવવી જોઈએ, જેથી તે આત્માના સૂક્ષ્મ પ્રકાશનું ગ્રહણ કરી શકે. આત્મદર્શન માટે આવી સૂક્ષ્મબુદ્ધિની આવશ્યકતાનાં મહત્ત્વ પર, શ્રુતિ પણ, આ રીતે, ભાર મૂકે છે :
दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मबुद्धिभिः । (કઠોપનિષદ ૧, ૩, ૧૨) (‘સૂક્ષ્મનું દર્શન કરનારા મનીષીઓ વડે જ, પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી જ, આત્માનું દર્શન થઈ શકે છે.”)
ટૂંકમાં, આત્માની પ્રતીતિ માટે, આવી સૂક્ષ્મ બુદ્ધિ જ પ્રમાણ’ ગણાય છે (પ્રમાળે સત્તિ). આમ છતાં, એ પણ સતત સ્મરણમાં રાખવાની જરૂર છે કે “વેદાન્ત”-દર્શન પ્રમાણે, આત્મા તો સ્વયંપ્રકાશ છે, એ તો નિત્યસિદ્ધ છે. આવી ઉપર્યુક્ત, સૂક્ષ્મબુદ્ધિ પણ, આત્માનાં દર્શન માટે તો, અંતે, એક સાધનમાત્ર છે. અ સૂક્ષ્મબુદ્ધિ પણ, પોતે, આત્માને પ્રકાશિત કરી શકતી નથી : એ તો માત્ર, સાધકન ચિત્ત પરનાં, અવિદ્યાનાં ઢાંકણને દૂર કરે છે. બાકી, આત્મા તો, પૂર્વસિદ્ધ, નિત્યસિદ્ધ અને સ્વયંપ્રકાશ છે. અજ્ઞાનનું પેલું આવરણ, સૂક્ષ્મબુદ્ધિ જેવાં સાધન વડે, દૂર થાય કે તરત જ, આત્મા સ્વયમેવ અનુભવાકાર બની રહે છે ! જ્ઞાનના સમયે તો, જ્ઞાતા શેય-જ્ઞાનની ત્રિપુટીનું પણ અસ્તિત્વ રહેતું નથી, ત્યાં પછી પેલી સૂક્ષ્મબુદ્ધિનું તો અસ્તિત્વ જ કેવું ? ક્યાંથી ? સંક્ષેપમાં, આત્માનાં પ્રાક્ટ્સ માટે, દેશની-કાળની કે શુદ્ધિની પણ કશી જ અપેક્ષા રહેતી નથી. આત્મા તો સ્વયંપ્રાપ્ત, સ્વયંસિદ્ધ, સ્વયંજ્યોતિ જ છે !
કોઈ એવું વિધાન કરે કે “હું આત્માને જાણતો નથી કે આત્માને જોઈ શકતો નથી”, ત્યારે પણ નિત્યસિદ્ધ એવો આત્મા તો હોય જ છે ! આત્માનાં અસ્તિત્વ
૧૦૬૪ | વિવેકચૂડામણિ